ગઢશીશામાં બાળકોના મોબાઈલ ગેમ બાબતે યુવાન પર છરીથી જીવલેણ હુમલો

ગઢશીશા પોલીસે વહેલી સવારે બે આરોપીની કરી અટક

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે ગત રાત્રીના બાલકૃષ્ણનગરમાં બાળકોની મોબાઈલમાં ગેઈમ રમવા બાબતે ઝઘડો થતા યુવાન પર બે શખ્સોએ છરીના ૬ થી ૭ ઘા માર્યા હતા અને યુવાનને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો.
ગઢશીશા પોલીસ મથકના પીઆઈ વી.એચ.ઝાલાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી મહેન્દ્ર છગન આઠુની ફરિયાદ મુજબ ગત રાત્રીના ૮ થી ૮.૩૦ વાગ્યાના અરસામાં ગઢશીશાના બાલકૃષ્ણનગરમાં બે દિવસ પહેલા છોકરાઓ મોબાઈલમાં ગેઈમ રમવા બાબતે ફરીયાદીના ભાઈ સંજય સાથે ઝઘડો કર્યો હતો. તેનું મનદુઃખ રાખી આરોપી નિકુંજ ઉર્ફે નીરવ આઠુ અને સંદીપ દિનેશ આઠુએ એ ઝઘડાનું મનદુઃખ રાખી ફરિયાદીના ભાઈ સંજય આઠુ પર છરીના આઠ ઘા ઝીકી ધોકા વડે હુમલો કરતા વધુ સારવાર માટે ભુજ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવની તપાસ કરતા પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બનાવના બન્ને આરોપીની આજે વહેલી સવારે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.