ગઢશીશામાં ટ્રકમાં વીજ રેષા અડી જતાં લાગેલી આગમાં પ૩ ગાંસડી ભસ્મિભૂત

આગમાં ટ્રક સમેત ત્રેપન ગાંસડી ઘાસ સ્વાહા : આગને બુઝાવા માંડવી ફાયર બ્રિગેડની લેવાયેલ મદદ : ગઢશીશા વિસ્તારમાં ફાયર બ્રિગેડની તાકીદે
વ્યવસ્થા ઉભી કરાયતો ઉપયોગી બને

ગઢશીશા : ગઢશીશાથી ભુજ રોડ પર પંચગંગાજી તીર્થ સ્થાનના પાટીયા નજીક રોહા કોટડાથી પ્રાગપર પાંજરાપોળમાં ઘાસનો જથ્થો લઈ જતી અને અહિંથી પસાર થઈ રહેલી ટ્રકમાં રોડ ક્રોસ કરતી વિજ રેસામાં સ્પર્શ થઈ જતાંં અકસ્માતે લાગેલી આગમાં ત્રેપન ગાંસડી ઘાસ સમેત ટ્રક સ્વાહા થઈ જવા પામી હતી. બનાવના પગલે ગઢશીશા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.ઓઈ. ડી.એન. પટેલ સહિતનો પોલીસ કાફલો તાબડતો ઘટના સ્થળે ઘસી જઈ બનાવની જગ્યાને કોર્ડન કરી ટ્રાફીકને ડાયવર્ડ કરાયો હતો અને આગને રોકવા માંડવી ફાયર બ્રિગેડને જાણ કરી અન્ગીશમનની મદદ લેવાઈ હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલ તા. ૧૧/૭ના સાંજના ૬ઃ૪પના ગાળા દરમ્યાન કોટડા (રોહા) ગામથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગોડાઉનમાંથી ટ્રક નં. જીજે ૧ર વાય ૯૮૬૪ વાળીમાં ત્રેપન ગાંસડી ઘાસનો જથ્થો ભરી પ્રાગપર પાંજરાપોળમાં લઈ જવાતો હતો ત્યારે ગઢશીશા પાસે વિજરેસા સ્પર્શી જતાં આગનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે ગઢશીશા પાસેક વિજરેસા સ્પર્શી જતાં આગનો બનાવ બનવા પામ્યો હતો. બનાવના પગલે ગામ લોકોના ટોળે ટોળા એકત્રીત થવાની સાથે ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. પી.આઈ. ડી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ ગુણવંતસિંહ જાડેજા, હે.કો. નરશીભાઈ સહિતના સ્ટાફે બનાવ સ્થળને કોર્ડન કરી વ્યવસ્થા સંભાળી હતી. અત્રે લખવુ ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર વિજ પોલ ઉપર લગાવી વિજરેસા સ્પર્શ થવાના કારણે ઘાસની ગાડી આગમાં લપેટાયાનો બીજો બનાવ બનવા પામ્યો છે. ત્યારે પી.જી.વી.સી.એઅ. દ્વારા તાત્કાલીક વિજ પુરવઠો બંધ કરી ઈજનેર વિપુલ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હાજર રહ્યો હતો. સદનસીબે કોઈ જાનહનની થવા પામી ન હતી.