ગઢશીશામાં જિનાલય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનની અનુમોદના કરતા રાજયમંત્રી વાસણભાઈ આહિર

ગઢશીશા જૈન મહાજન દ્વારા રાજયમંત્રીનું કરાયેલ વિશિષ્ટ સન્માન : અંતરના આશિર્વાદ પાઠવતા ગુરૂભગવંતો

ગઢશીશા : ગઢશીશા નગરે નવનિર્મિત ભગવાન ઋષભદેવ જિનાલય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી ધર્મલાભ મેળવવાની સાથે આજે ત્રીજા દિવસે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર નુતન જિનાલય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનને બિરદાવ્યો હતો. મંત્રીશ્રીએ પાર્‌૭ીના અગ્રણીઓ અને જૈન શ્રેષ્ઠીઓને સાથે રાખી નુતન ઉપાશ્રય, વિનિતાનગરી સભા મંડપ અને ભોજનખંડની મુલાકાત લઈ આયોજનની સરાહના કરી હતી.
ગઢશીશા નુતન જિનાયલ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જિનાલય પરિસરમાં ગુરૂ ભગવંતો-શ્રાવક-શ્રાવિકાઓ અને દાતા પરિવારોની ઉપસ્થિતિમાં વિધીકાર નરેન્દ્રભાઈ નંદુ દ્વારા ચાલતા વિધી વિધાન પુજનનો દર્શન લાભ લેવાની સાથે રાજયમંત્રીનું પ્રતિષ્ઠા મહોત્સવ વરિષ્ઠ સમિતિના શ્રેષ્ઠીઓ દ્વારા વિશિષ્ઠ સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ રેખાબેન દવે, જિ.પં. સા. ન્યા. ચેરમેન નરેશભાઈ મહેશ્વરી, તા. ભાજપ પ્રમુખ ચંદુભાઈ વાડીયા, તા.પં. સદસ્ય અવનીબેન ભગત, કેશવજી રોશિયા, ગુજરાત એગ્રો નિગમના ડાયરેકટર બટુકસિંહ જાડેજા, સરપંચ ભાઈલાલ છાભેૈયા, પુર્વ સરપંચ હીરાભાઈ રબારી, નવીનભાઈ પ્રેમજી દેઢીયા, નવીનભાઈ દેવરાજ દેઢીયા, નગરશેઠ પ્રફુલ્લભાઈ દેઢીયા, હસમુખભાઈ દેઢીયા સહિતના સાથે રહ્યા હતા. વરિષ્ઠ ટ્રસ્ટી વિશનજી તેજપાર દેઢિયાએ આવકાર પ્રવચન કર્યું હતું. માનદમંત્રી જિગ્નેશભાઈ દેઢીયાએ સંચાલન કર્યું હતું. સંભવત ભુજ ધારાસભ્ય નિમાબેન આચાર્ય પણ આજે મહોત્સવની મુલાકાતે આવશે.