ગઢશીશામાંથી સગીરાને ભગાડી ગયેલ શખ્સ મોરબીથી ધરબોચાયો

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે રહેતી સગીર કન્યાને ભગાડી જવાના કિસ્સામાં પોલીસે સગીરા તથા આરોપીને મોરબીમાંથી પકડી પાડ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા ગામે રહેતા વિનોદ પચાણ તુરી (બારોટ) ગત તા.ર૮-ર૯/૯/૧૭ના ગઢશીશા ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી જતા સગીરાના પિતાએ ફોજદારી નોંધાવતા આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી ગઢશીશાના ઈન્ચાર્જ પીઆઈ એન.જી. વાઘેલાએ તપાસ હાથ ધરી હતી. પોલીસ તથા સગીરાના પરિવારોની તપાસ દરમ્યાન સગીરા તથા આરોપી મોરબી હોવાના વાવડ મળતા પોલીસે મોરબી તરફ પગેરૂ દબાવતા બન્નેને પકડી પાડવામાં સફળતા મળી હતી. આરોપી તથા સગીરા કન્યાને ગઢશીશા લાવી બન્નેની મેડિકલ તપાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.