(જી.એન.એસ.)ગઢડા,ગઢડા તાલુકાના ઢસા ગામે તસ્કરો દ્વારા બે સોનીની દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે. નવાઇની વાચ તો એ છે કે, તસ્કરોએ ચોરી કરવા માટે પીપીઈકીટ પહેરીને ચોરી કરી છે. જેમાં ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બનાવના પગલે દુકાનદારો દ્વારા ઢસા પોલીસ સ્ટેશનમાં અજાણયા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોધાવી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઢસા ગામે સ્ટેશન રોડ ઉપર સોનીની દુકાનો આવેલી છે. જેમાં હિતેશ જ્વેલર્સ અને અમિતભાઈ સૌની એમ બે દુકાનોમાં મોડી રાત્રીના ચોરીની ઘટના બનવા પામી છે. જેમાં અજાણ્યા તસ્કરો ઇકો ગાડીમાં આવે છે અને તસ્કરો ચોરી કરવા માટે પીપીઈકીટ પહેરી આવતા સીસીટીવી કેમેરામાં જોવા મળે છે.તસ્કરો દ્વારા ચોરી દરમિયાન હિતેશ જ્વેલર્સની દુકાનનું શટર તોડી તથા કાચ તોડી દુકાનમાં કાઉન્ટરની અંદર મુકેલી સોનાની બુટ્ટીની જોડી નંગ-૩ કુલ વજન-૧૫ ગ્રામ જેની કિંમત રૂ.૬૦.૦૦૦/- હજાર, કાચની જોડી નંગ-૨ જેનું વજન-૮ ગ્રામ જેની કિંમત રૂ. ૩૨,૦૦૦/- હજાર તથા સોનાની વીંટી નંગ-૫ જેનું વજન-૧૦ ગ્રામ જેની કિંમત રૂ ૪૦.૦૦૦/- હજાર તેમજ રોકડા રૂ ૧.૫૦.૦૦૦/- રૂપિયા મળી કુલ કિ.રૂ.૨,૮૨,૦૦૦/- હજારની ચોરી કરી છે.આ સાથે રામજી મંદિરની બાજુમાં આવેલ અમિતભાઈ સોનીની દુકાને ચોરીનો બનાવ બનેલ તેમાં અંદાજે ચાંદીની વીંટી નંગ-૨૫ જેનું વજન-૩૬ ગ્રામ જેની કિંમત રૂ ૭૨૦૦/- સાથે ઇમીટેશન ના ડાયમંડ સેટ નંગ-૧૨ જેની કિંમત રૂ ૩૬૦૦/- ની મળી કુલ કીંમત રૂ ૧૦.૮૦૦/- તેમ બન્ને દુકાનોમાંથી અંદાજે ૨.૯૨.૮૦૦/- નો મુદ્દામાલ ચોરી થઇ હોવાનું ઢસા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.