ગટરના પાણીનું થશે રીસાઈકલીંગ : રૂપાણીની જાહેરાત

ગંદા પાણીને શુદ્ધ કરીને ઉદ્યોગો-બાંધકામ, ખેતીમાં કરાશે ઉપયોગ : દસ શહેરોમાં હાથ ધરાશે યોજના : જુનાગઢથી થશે શરૂ

જુનાગઢ : ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટીને પહોંચી વળવાની દીશામાં ગુજરાત સરકાર નીતનવા પ્રયાસો કરી રહી છે ત્યારે આજ રોજ જુનાગઢના એક જાહેર કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ નવી જાહેરાત કરી છે. તેઓએ અહી કહ્યુ છે કે, રાજયભરમા ગટરના ગંદા પાણીનો રીસાઈકલીંગ કરી અને ઉપયોગ કરવામા આવશે. આ પાણી જે લાખો લીટર છે તેને શુદ્ધ કરી અને રાજયના ઉદ્યોગો, ખેતી અને બાંધકામ ક્ષેત્રને આપવામા આવશે. આ યોજના દસ શહેરોમાં શરૂ કરવામા આવશે જેનો આરંભ જુનાગઢથી કરવામા આવનાર છે. વિજયભાઈએ કહ્યુ કે,રાજયના દરિયાઈ વિસ્તારમાં ખારા પાણીને મીઠું કરવાનો પ્રોજેકટ ચાલી રહ્યો છે ત્યારે ગટરના લાખો લીટર વહી જતા પાણીને પણ શુદ્ધ કરવાનો આ પ્રોજેકટ ઉપયોગી થશે.