ગજાડ સીમની એકસેલ કંપનીને કેરા ગ્રામ પંચાયતની નોટીસ

જાગૃત નાગરીકોની સજાગતાથી મોટી જાનહાની ટળી : 
બસ સ્ટેશન પાસેથી દવાના પેકેટ મળ્યાની જાણ થતાં કંપનીને લેખિતમાં ધ્યાન દોરાશે : હિતેશ મહેશ્વરી (સરપંચ)

અતિ જીવલેણ પુરવાર થતી કંપનીના સેલફોસ દવાના પેકેટ કેરા બસ સ્ટેશન પાસેથી મળ્યો : લોકોની ભારે અવરજવર વાળા વિસ્તારમાંથી ઝેરી  દવા મળી આવતા કંપનીની ગંભીર ક્ષતી આવી સામે

ભુજ : તાલુકાના ગજાડની સીમમાં આવેલ એકસેલ કંપની દ્વારા ફેલાવતાં પ્રદુષણના લીધે ગ્રામજનોએ કંપની સામે વાંધો ચલાવતાં કંપીનને પીછેહટ કરવાની ફરજ પડી હતી. પરંતુ મનમાની અને લોકોના શોષણની આદી એકસેલ કંપનીએ ફરી પોત પ્રકાશી અતિ જીવલેણ પુરવાર થતી કંપનીની સેલફોસ નામની દવાના પેકેટ કેરા બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં રસ્તે રઝડતા મુકી દેતા દેખાઈ જવા પામતા જાગૃત વર્ગમાં ચિંતાની સાથે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ ગજાડ સીમમાં આવેલ એકસેલ કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણના લીધે આસપાસની ખેતીની જમીન, ડેમ, તળાવોનાં પાણીનો પ્રદુષણયુકત થાય છે. તેની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પહોંચતા અનેક લોકો ગંભીર જીવલેણ બિમારીના શિકાર બન્યા છે. ત્યારે કંપની દ્વારા ફેલાવતા પ્રદુષણ વિરોધમાં ગજાડના જાગૃત નાગરીકોએ કંપની સામે વિદ્રોહની તૈયારી બતાવતા હાલમાં જ કંપનીએ પીછેહટ કરી હતી. પરંતુ લોકોના સ્વાસ્થયને યેનકેન પ્રકારે ગંભીર ક્ષતિ પહોંચાડવાનું એકસેલ દ્વારા બિડુ ઝડપાયું હોય તેમ કંપનીમાં બનતી અતિ જીવલેણ એવી સેલફોસ નામની દવાના પેકેટો કેરા બસ સ્ટેશન આસપાસ મોટી માત્રામાં રસ્તે રઝડતી મુકી દેતા મોટી જાનહાની સર્જાવાની Âસ્થતિ સૃજાઈ હતી. જા કે જાગૃત નાગરીકોએ કંપનીના આ મનસુબાઓ પર પાણી ફેરવી દીધું છે. જાગૃત લોકોને આ ઝેરી દવાના પેકેટ બસ સ્ટેશન કે જે કેરા ગામનો મુખ્યવિસ્તાર કેવા છે, જયા મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે ત્યાં પડેલા દેખાતા આતંરીક ઉહાપોહ સર્જાયો હતો. સદભાગયે કેટલાક જાગૃત લોકોએ આ પેકેટ નજરે ચડતા તેને થાડે પાડવા પંચાયત સહિતનું ધ્યાન દોર્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે.
કેરા સરપંચ દિનેશ મહેશ્વરીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે કેરા બસ સ્ટેશન આસપાસ દવાના પેકેટ મળ્યા હોવાની વિગતો જાણવા મળતા આ બાબતે કંપનીના જવાબદારોને મૌખિક રજુઆત દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કંપનીને નોટીસ પણ પાઠવાશે. વધુમાં તેમણે કહ્યું કે એકસેલ કંપનીની દવા કેરાના સ્થાનિક ખાતર-જંતુનાશક દવાના વિક્રેતાઓ દ્વારા પણ વેંચવામાં આવે છે. ત્યારે આ પેકેટ કોના દ્વારા ફેંકવામાં આવ્યા હશે તે બાબતે હાલે કાંઈ કહી શકતા નથી. તો જમીન-પર્યાવરણ બચાવ સમિતિના રસિકભાઈનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે ગ્રામ પંચાયત સરપંચનું ધ્યાન દોરાયું હતું. જેથી તેમના દ્વારા કંપનીને રજુઆત કરવામાં આવશે. જા કે નવાઈ અને આશ્ચર્ય સાથે આ બાબતે કેરાના તલાટી જી.પી. રાણાએ અજાણતા દર્શાવતા આ બાબતે ગ્રામ પંચાયત પાસે કોઈ રજુઆત આવી ન હોવાનું તેમણે જણાવ્યું છે. વાસ્તવીકતા જે હોય તે પરંતુ સેલફોસ જેવી દવા ઝેરી હોય અને તે શહેર-ગામમાં ખુલ્લેઆમ મળી આવે અને ગાયો જેવા કોઈ અબોલ જીવો તેનું જાણતા અજાણતા સેવન કરી જાય અથવા તો નાના ભુલકાઓના હાથે તે ડી જાય તો શું Âસ્થતી સર્જાત? તેની કલ્પના પણ થરરાથવવા સમાન બની રહી છે. હકીકતમાં તો ગ્રામ પંચાયતે આ બાબતે કંપનીની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવી જાઈએ અથવા તો જે કોઈ વીક્રેતાઓએ આવુ કચાશ દાખવી હોય તની સામે ધાક બેસાડતો દાખલો પુરવાર કરતી કડક કાર્યવાહી કરવી જાઈએ આ માટે સૌ ગ્રામજનોએજાગૃતી દાખવવી પણતેટલી જ જરૂરી બની રહી છે.