ખેત તલાવડી મુદ્દે એસીબીની ટોલ ફ્રી લાઈન પર ફરિયાદોનો ધોધ છૂટયો

નવી દિલ્હી : ગુજરાત જમીન વિકાસ નિગમ કચેરીના ચાર લાંચિયા અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેત તલાવડીને લઈને આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને લઈને એસીબીએ ટોલ ફ્રી નંબર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં આવો ભોગ બનનાર નિર્ભય બનીને આગળ આવવાના એસીબીના આહવાનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ફરિયાદોનો ધોધ છૂટયો છે. આ ફરિયાદના પગલે એસીબી પોતાની તપાસનો સકંજો મજબુત સાથે કસ્યો છે.આ તમામના મામલે રાજ્ય સરકાર વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને સાંયોગિક પુરાવા એકત્ર કરશે. જેમાં ખેત તલાવડી મંજૂર થઈ છે નાણા લીધા છે અને આવી ખેત તલાવડી નથી બની તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવનાર છે. એસીબીને મળેલી ફરિયાદોમાં બે બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં ખેડૂત અને અધિકારીની બન્નેની મિલીભગતથી થયુ હશે તો સરકાર કશુ કરી શકશે નહી પરંતુ સરકાર પક્ષે અધિકારીઓ જવાબદાર હશે નાગરિકોની ફરિયાદ હશે તો ચોક્કસ તપાસ થશે.