ખેતરમાં આખલો ઘૂસી જવા બાબતે શખ્સે લાકડી વડે ખેડૂતને માર મારતા ફરિયાદ

(જી.એન.એસ.)સાદરા,ગાંધીનગરના સાદરા પીપળ વાળા ખેતરમાં રખડતા આખલા ઘૂસી આવતા ગામના એક શખ્સે ખેડૂત પર લાકડી વડે હુમલો કરી માર મારતા ચિલોડા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાદરા ગામની સીમમાં વિદ્યાપીઠની પાછળ મોતીપુરા ખાતે રહેતા ૫૦ વર્ષીય પૃથ્વીસિંહ રણજીતસિંહ ખેતી કરીને ગુજરાત ચલાવે છે. ગઈકાલે પૃથ્વીસિંહ પોતાના પીપરવાળા ખેતરમાં લીલા ઘાસ તથા ઘઉંનું વાવેતર કર્યું હોવાથી ગયા હતા. એ વખતે તેમના ખેતરમાં રખડતા આખલા ઘૂસી આવ્યા હતા. આથી પૃથ્વીસિંહ પોતાના ખેતરમાંથી આખલાઓને બહાર કાઢવા લાગ્યા હતા. તે દરમિયાન ગામના અમિત સનાભાઇ પટેલે આવીને તેઓને કહ્યું કે મારા ખેતરમાં આંખલા કેમ મોકલી છે.આ બાબતે બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી જેથી અમિત પટેલે પોતાના હાથમાં રહેલી લાકડી વડે પૃથ્વીસિંહ હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી પૃથ્વીસિંહ દોડીને મણિલાલ ગિરધરદાસ પટેલનાં ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ અમિત ત્યાંથી જતો રહ્યો હતો આ અંગે પૃથ્વીસિંહ દ્વારા ફરિયાદ નોંધાવતા ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.