ખેડોઈ ગામે વાડીની ઓરડીમાંથી ૧.૪૪ લાખનો શરાબ ઝડપાયો

અંજાર : તાલુકાના નાની ખેડોઈ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં
પોલીસે બાતમીના આધારે છાપો મારી ૧,૪૪,૬૦૦ના શરાબ -બીયરનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સરહદી બોર્ડર રેન્જના આજીપી પીયુશ
પટેલ તથા પૂર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલ, અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે નાની ખેડોઈ ગામે આવેલ ‘પાટડી’ નામની વાડીની ઓરડીમાં છાપો મારી જુદા જુદા બ્રાન્ડની ઈગ્લિશ દારૂની બોટલો નંગ ૩૨૪ કિમંત ૧,૧૩,૪૦૦ બીયરના ટીન નંગ ૩૧૨ કિમત રૂપિયા ૩૧,૨૦૦ મળી કુલ રૂપિયા ૧,૪૪,૬૦૦નો મુદ્દામાલ મળી આવતા કબજે કર્યો હતો. પોલીસ વધુ વિગતો આપતા જણાવેલા અંજાર પીઆઈ બી.આર. પરમારને મળેલ બાતમીના આધારે આરોપી મહેશસિંહ વિક્રમસિંહ જાડેજા રહે મૂળ નાની ખેડોઈ હાલે યોગેશ્વર ચોકડી અંજાર તથા રવિન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા રહે નાની ખેડોઈ તા. અંજારે પાટડી નામની વાડીમાં દારૂનો જથ્થો ઉતારેલ હોવાની બાતમીના આધારે છાપો મારી કાર્યવાહી કરવામાં આવી હતી. રેઈડ દરમ્યાન બંને આરોપીઓ નાસી જતા તેમના સામે ભુવડ ઉપથાણાના સહાયક ફોજદાર વાલાભાઈ આહીરે ફોજદારી નોંધાવી તપાસ હાથ ધરી હતી. આ કામગીરી પીઆઈ બી.આર. પરમાર સાથે ભુવડ ઉપથાણાના સહાયક ફોજદાર વાલાભાઈ આહીર, હેડકોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા જયુભા જાડેજા, હિરેન ચાવડા, ગૌતમ સોલંકી, ભાવેશ આહીર, દિગ્વિજ્યસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.