ખેડોઈની સીમમાં અગમ્ય કારણોસર આધેડનું મોત

(ક્રાઈમ પ્રતિનિધિ)અંજાર : તાલુકાના ખેડોઈ ગામે સીમ વિસ્તારમાંથી મોરબી જિલ્લાના મકનસરના આધેડનું અગમ્ય કારણોસર મોત નિપજયું હતું. બનાવને પગલે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ખેડોઈમાં રહેતા સવજી ઉર્ફે શૈલેષ મનજીભાઈ રાવળે પોલીસને આપેલી વિગતો મુજબ મોરબી જિલ્લાના મકનસરમાં રહેતા ૪પ વર્ષિય જયંતીભાઈ ભીખાભાઈ પરમારનું અગમ્ય કારણોસર મોત નિપજયું હતું. હતભાગી ફરિયાદી સવજીભાઈનો કૌટુંબીક ભાઈ થાય છે. જે મુંદરા – અંજાર હાઈવે પર ખેડોઈની સીમમાં ચાંપલ માં ના મંદિર પાસે અગમ્ય કારણોસર મોતને ભેટતા બનાવની જાણ અંજાર પોલીસને કરાઈ હતી, જેને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.