ખેડૂતો પોતાની જમીનના હક્કો માટે ડરી રહ્યા છે : જીજ્ઞેશ મેવાણી

રાપર : શહેરના ટાઉનહોલમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સર્વે સર્વા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. હોલમાં ઉપસ્થિતોને સંબોધતા જીજ્ઞેશ મેવાણીએ ખેડૂતોના હક્કની જમીનનો કબજો મેળવવા પર ભાર મુકતા જણાવ્યું કે, ધરતીપુત્રો પોતાની જમીનના હક્કો માટે ડરી રહ્યા છે. તેમને હક્ક અપાવવા માટે મેવાણીએ ખાતાકીય અધિકારીઓને ખાસ તાકીદ કરી યોગ્ય પગલાં લેવા સૂચવ્યું હતું.