ખેડૂતોના મામલે ગુજરાતમાં કોંગ્રેસ રસ્તા પર

દેવામાફીના વિષય પર આજે કોંગ્રેસના રાજયવ્યાપી દેખાવ-પ્રદર્શન : પ્રદેશ પ્રભારી સાતવની વિશેષ ઉપસ્થિતી

ગાંધીનગર : ગુજરાત સરકાર ખેડુતોને વિવિધ મોરચે અન્યાય કરી રહી હોવાનો બળાપો પાછલા કેટલાક સમયથી ઠાલવી રહેલ કોંગ્રેસ હવે ખેડુતોની વહારે આવી છે અને આજ રોજ રાજ્યવ્યાપી રીતે દેખાવ-પ્રદર્શનો કરી રહ્યા છે. જિલ્લા-તાલુકા કક્ષાએ પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં આ ધરણા શરૂ કરવામા આવ્યા છે.