ખેડૂતોના પ્રશ્નો મુદ્દે મુંદરા મામલતદારને અપાયું આવેદનપત્ર

મુંદરા : તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને મુઝવતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. અગાઉ પણ ખેડૂતોએ અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી.
પરંતુ તેનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ફરી એકવાર મુંદરા મામલતદારને એવી જ રીતે ૬ જેટલા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દૂધ, કપાસ, એંરડા, શાકભાજી અને ફળોમાં ભાવ ખુબ જ નીચા ગયા છે. તેથી ખેડૂતોને પોશાય તેમ નથી. જેથી ભાવમાં વધારો કરવામાં આવે તેમજ ખેતીવાડીમાં જરૂરી માલસમાન, રાસાયણિક ખાતરો, જતુનાશક દવાઓ, ખેત ઓઝારો અને દાણમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. તેમાં રાહત આપવામાં આવે, ઉપરાંત પાકને જંગલી જાનવરો અને રખડતા ઢોરોના ત્રાસથી બચાવવમા માટે તાર ફેન્સીંગમાં ૫૦ ટકા રાહત આપવમાં આવે,
પાક ધિરાણમાં વ્યાજ દર એક ટકો અથવા ઝીરો ટકો રાખવમાં આવે, ઉપરાંત ખેડૂતોને પાક વીમો મળતો નથી. ત્યારે મરજિયાત કરવમાં આવે અને મુંદરામાં સિંચાઈના પાણી માટે નર્મદાની કેનાલનુ કામ ઝડપ ભેર પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.