ખેડામાં તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

(જી.એન.એસ.)ખેડા,મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામના તલાટી વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ચૌહાણ અને મહિલા સરપંચના પતિ રમેશભાઈ પરમારને ખેડા બ્રિબ દ્વારા બ્રિબ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.ભાઇનું મરણ થઇ ગયું હોવાથી જમીનની ખાતાવહીમાંથી નામ કમી કરાવવાનું હતું.ફરિયાદીની ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામ ખાતે બ્લોક સર્વે નં-૧૭૨, ૧૭૩ વાળી જમીન તેઓના પરિવારના ૪ સભ્યોના નામે આવેલી છે. જેમાંથી ફરિયાદીના ભાઇ સને-૨૦૧૬માં મરણ થઇ ગયેલું હોવાથી તેઓનું નામ ગામ નમુના નંબર ૭/૧૨ તથા જમીનની ખાતાવહી ૮-અમાંથી કમી કરાવવાનું હતું.તેની માટે પેઢીનામું કરવાનુ હોવાથી મામલતદાર કચેરી મહેમદાવાદ ખાતે પેઢીનામા બાબતે જરૂરી એફીડેવીટ તથા ડીકલરેશન તૈયાર કરીને તલાટી વિનોદને જે તે વખતે આપેલું હતું. તેમ છતાં પેઢીનામાની કોઇ કાર્યવાહી ન કરી ફરિયાદીને વારંવાર ધક્કા ખવડાવતા હતા. તેમજ સરપંચના પતિ રમેશ પરમારને મળી લેવાનું જણાવ્યું હતું.
ફરિયાદી રમેશ પરમારને મળતાં રૂપિયા ૩૦ હજારની બ્રિબની માંગણી કરી હતી. જે પૈકી બન્ને આરોપીએ ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂપિયા ૧૦ હજાર અગાઉ લઇ લીધા હતા. બાકીના રૂપિયા ૨૦ હજાર બાબતે બન્ને આરોપીએ અવાર-નવાર ઉઘરાણી કરતા ફરિયાદીએ વિનંતી તથા રકજક કરતાં રૂપિયા ૧૦ હજાર બ્રિબ પેટે આપી જવાનું જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાતી બ્રિબનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.ફરિયાદના આધારે એસીબીએ બ્રિબનું છટકું ગોઠવતાં તલાટી વિનોદએ ફરિયાદીને બ્રિબની રકમ રમેશને આપી દેવાનું ટેલિફોનમાં જણાવ્યુ હતું. ફરિયાદીએ બ્રિબની રકમ રમેશને આપતા પંચ રૂબરૂ બ્રિબની રકમ સ્વીકારતા પકડાઇ ગયા હતા. તેમજ વિનોદએ પંચ રૂબરૂ બ્રિબની રકમ બાબતે ટેલિફોનિક સંમતિ આપી તપાસ દરમિયાન પકડાઈ જતાં બન્ને વિરૂદ્ધ એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.