ખીરસરા (વિં.)ના દલિત યુવાનની સારવાર માટે કોમી એકતા સાથે રકમ કરાઈ એક્ત્ર

ખીરસરા : તાલુકાના છેવાળાના ખીરસરા (વિં) ગામમાં ગરીબ દલીત પરિવારના સભ્યને કોરોના થતાં તાત્કાલિક રાતાતળાવ કોવિડ સેેેન્ટરમાં એડ કરાયા ત્યાં ત્રણ દિવસ સુધીમાં કોરોનાને તો રિકવરી આવી ગઈ પણ તે ભાઈને કમરથી કરીને પગ સુધીની પીડા ઉપડતા તાત્કાલિક ધોરણે ભુજ અને ભુજથી અમદાવાદ ખસેડાયા હતા. દર્દથી પીડાતા ભાઈની પીડા ઓછી ન થતાં આખરમાં ડોક્ટર દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો કે પગને ઘુંટણ ઉપરથી કાપવું પડશે, ત્યારે આ દલીત પરીવાર જાણે આભ ફાટ્યું પરીવારનો મોભી પોતે તો બિમાર હોવાથી તેમના ધર્મપત્ની દ્વારા ગામના સરપંચ રજાક હિંગોરાને આવીને પોતાની વેદના સંભળાવી ત્યારે સરપંચે આ આફતની મુશ્કેલીના કપરા સમયે પરિવારને મદદરૂપ થવા વોટ્‌સએપ પર એક અપિલ કરાતા ગામમાં રહેતા હિંગોરા જ્ઞાતિના લોકોએ મદદના બેબે હાથ કરીને એક જ દિવસમાં ૬૨ હજાર જેટલી રકમ જમા કરી જુમ્માભાઈ મહેશ્વરીના પરિવારને આવી કપરી પરિસ્થિતિમાં સહાય કરી હિંગોરા સમાજે કોમી એકતાની સાથે માનવતાની મિસાલ કાયમ કરી હતી. સરપંચ સંગઠનના મહામંત્રી રજાક હિંગોરાએ જણાવ્યું હતું કે આવી અનેક બાબતોમાં હર હમેશ હિંગોરા સમાજ ખડેપગે નાતજાતના ભેદભાવ વગર મદદરૂપ થતા હોય છે.