ખાવડામાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું કોરોનામાં નિધન થતાં પરિવારને અપાયો ચેક


ભુજ : કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને રૂપિયા રપ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઈ હતી. જે અનુસંધાને પશ્ચિમ કચ્છમાં ખાવડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વેલજીભાઈ કચુભાઈ મહેશ્વરીનું ચાલુ ફરજ દરમિયાન કોરોના સંક્રમણને કારણે દુઃખદ નિધન થયું હતું. જેથી સ્વ. હેડ કોન્સ્ટેબલ વેલજીભાઈના પત્ની ભચીબેન મહેશ્વરીની પશ્ચિમ કચ્છ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈના હસ્તે સન્માન પૂર્વક રૂપિયા રપ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.