ખાવડામાં જુગાર રમતા પાંચ ખેલીઓ ઝડપાયા : એક ભાગી છુટ્યો

ભુજ : તાલુકાના ખાવડાની ભાગોળે કકરવાસ તથા ડેમ વચ્ચે પત્તા ટિચતા ખેલીઓ ઉપર પોલીસે છાપો મારી પાંચ શખ્સોને ૧૯૧૦ તથા મોબાઈલ સહિત ૩૯૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે રેઈડ દરમ્યાન એક શખ્સ નાસી છુટ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે ખાવડાથી ર કિ.મી.ના અંતરે આવેલ કકરવાસ તથા કકરડેમ વચ્ચે બાવળોની ઝાડીઓમાં તીનપત્તીનો જુગાર રમતા શકુર અબ્દુલ્લ સમા (ઉ.વ.પ૦) (રહે. સમાવાસ ખાવડા), અમીન સુલેમાન સમા (ઉ.વ.ર૮) (રહે. મોટા પૈયા), સલીમ સાલે સમા (ઉ.વ.ર૭), કયુમ તમાચી સમા (ઉ.વ.ર૮) (રહે. બન્ને ધોરાવર ખાવડા), કયુમ જુણસ સમા (ઉ.વ.ર૬) (રહે. નાના બાંધા)ને પીએસઆઈ એમ.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સહાયક ફોજદાર નારણભાઈ મહેશ્વરીએ છાપો મારી રોકડા રૂપિયા ૧૯૧૦ તથા મોબાઈલ ફોન નંગર કિં.રૂ. ર૦૦૦ મળી ૩૯૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે રેઈડ દરમ્યાન ભીલાલ જુસબ સમા ભાગી જતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.