ખાતરી સમિતિએ તેરા ગામની જળસંગ્રહ શક્તિ વધારવા ભલામણ કરી

વિધાનસભા ખાતરી સમિતિએ ત્રિદિવસીય કચ્છ અભ્યાસ પ્રવાસ  કર્યો

સરકારે આપેલી ખાતરીઓ માટેની ખાતરી સમિતિએ કચ્છ ખાતે આજે ત્રિદિવસીય મુલાકાત પુરી કરી હતી. અબડાસા તાલુકાના તેરા ગામની જળસંગ્રહ શક્તિ સંબંધે આ પ્રવાસ દરમિયાન ખાતરી સમિતિના ચેરમેનશ્રી વલ્લભભાઈ કાકડિયા અને અન્ય સભ્યોએ  કચ્છ સિંચાઇ વિભાગને તેરાગામમાં જળસંગ્રહ શક્તિ વધારવા માટેની ભલામણ કરી હતી. આ સાથે ખાતરી સમિતિએ કંડલા બંદરની પણ મુલાકાત લીધી હતી . તેમણે માંડવી ખાતે શ્રીશ્યામજીકૃષ્ણવર્મા તીર્થ ,યાત્રાધામ કોટેશ્વર, નારાયણ સરોવર ,માતાનામઢની પણ મુલાકાત કરી હતી. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા  રૂ. ૩.૮૫ કરોડની ગ્રાન્ટથી આકાર લઈ રહેલા કોટેશ્વર મંદિર પરિસરની મુલાકાત લઈ સમિતીએ વિકાસ કામ જોયા હતા. ટ્રસ્ટી ખેંગારજી સાથે માતાના મઢ પ્રોજેક્ટ બાબતે  પણ સમિતિએ મુલાકાત લીધી હતી .નારાયણ સરોવર ખાતે જાગીર અધ્યક્ષા સોનલલાલ મહારાજે નારાયણ સરોવર અને  કોટેશ્વર મંદિરનો ઈતિહાસ જણાવી વિકાસ માટે રજુઆત કરી હતી .  સમિતિના ચેરમેનશ્રી વલ્લભભાઈ કાકડિયા અને સભ્યોએ જાગીરદાર ટ્રસ્ટ અને ગ્રામજનોની રજૂઆતો  સંદર્ભે વિકાસ બાબતે ખાતરી આપીને સરકારનો સહયોગ આપવા જણાવ્યું હતુ.  ભુજ તાલુકાના રેલડી ગામે આશાપુરા ફાર્મ ખાતે સમિતિએ પ્રાકૃતિક ખેતી બાબતે તેમજ જીવામૃત પ્લાન્ટ અંગે માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિકખેતી માટે આ ફાર્મની મુલાકાત લઈ ચૂક્યા છે. ઓદ્યોગિક વિકાસ અને કાપડ કામગીરી અંગે સમિતિએ વેલસ્પન કંપનીની મુલાકાત લીધી હતી. ખાતરી સમિતિ ના અભ્યાસ પ્રવાસમાં અને મુલાકાતમાં ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યા, અમરાઈવાડીના ધારાસભ્યશ્રી જગદીશભાઈ પટેલ ,ધાંગધ્રાના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા મોરબીના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા ,વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદકુમાર રીબડીયા ,રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર અને કરજણના ધારાસભ્યશ્રી અક્ષય કુમાર પટેલ , સમિતિના સચિવશ્રી એમ.એચ  કરંગીયા,સમિતિ ઓફિસરશ્રી અરવિંદ પ્રજાપતિ લાઇઝન અધિકારી સર્વશ્રી કચ્છ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એચ કે રાઠોડ, વી.એસ ગઢવી, એસ.વી.ગઢવી અને જળસંપત્તિના કાર્યપાલક ઇજનેરશ્રી પી.પી.વાળા તેમજ સ્થાનિક અગ્રણી લીલાવંતીબેન પ્રજાપતિ,બહાદુરસિંહ જાડેજા, ભરત શાહ ,અશ્વિન સોરઠિયા, દયાપર મામલતદારશ્રી એન. કે સોલંકી ,વી.કે. સોલંકી , કોટેશ્વર મંદિર પૂજારી પ્રકાશગીરી, ભરત ગોસાઈ ,પ્રવીણસિંહ વાઢેર,વેલ્સ્પન  ના હેડ શ્રી ગિરીશકુમાર માથુર, દેવેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઈ પટેલ, લતાબેન લુહાર, મહેન્દ્રભાઈ રાઠોડ તેમજ કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.