ખરીફ પાકને બચાવવા ગુજરાત સરકારની મોટી જાહેરાત

સિંચાઈ માટે નર્મદામાંથી વધારે પાણી છોડાશે : કચ્છ સહિતના જિલ્લાઓને આવરી લેવાશે

ગાંધીનગર : ગુજરાતમાં વરસાદ આ વખતે ઓછો થવા પામ્યો છે. અહી પાણીની ખેંચ રહેલી છે ત્યારે હવે રાજયના ખેડુતોની વહારે ગુજરાત સરકાર આવવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ખરીફ પાકને બચાવવાને માટે ગુજરાત સરકાર દ્વારા હવે કવાયત શરૂ કરવામા આવી છે. દરમ્યાન જ ગુજરાત સરકાર નર્મદામાંથી સિંચાઈ માટે વધુ પાણી છોડવામા આવશે તેવી ચર્ચા કરી અને નીર્ણય લઈ લેવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રાજય સરકાર દ્વારા રાજયભરના તમામ જિલ્લાઓના વરસાદી આંકડાઓની સમીક્ષા કરી અને ખેડુતોના વાવેતર નિષ્ફળ ન જાય તે માટે નિર્ણય લીધો છે અને નર્મદામાથી સિંચાઈ માટે વધુ પાણી છોડવામા આવી શકે છે.