ખડીર બેટની સુંદરતા યુરોપના ટાપુની યાદ અપાવે છે

રાપર : હાલ ચાલી રહેલ ધોમધખતા ઉનાળાના તાપમાં પરશેવે રેબઝેબ થઈ જવાય છે ત્યારે રાપર તાલુકાના રવેચી મંદિર નજીક આવેલા ગાંગટા બેટ ખાતે જવા માટે સાડા ત્રણ કિલોમીટરના અફાટ રણમાંથી પસાર થવું પડે છે.
આ રણ વિસ્તારની બને બાજુ પાણી સુકાઈ જઈ નમકના રૂપાંતર પરિવર્તન થઈ ગયું છે તે દ્રશ્ય ગાંગટા બેટના ડુંગર પર બિરાજમાન રવેચી માતાજીના મંદિર પાસેથી રણમીંથી પસાર થતા કાચો માર્ગ જાણે સાપની જેમ આડોઅવળો થઈ મનમોહન દ્રશ્ય ખાડું કરી રહ્યો છે તો શિરાંની વાંઢ ખડું કરી રહ્યા છે તો શિરાંની વાંઢ અમરાપરના રણમાથી પસાર થતો ડામર રોડની બન્ને બાજુ જાણે સાયબરીયન દેશના બરફના પ્રદેશ માંથી પસાર થતા માર્ગ પરથી પસાર થતા હોઈએ એવો આભાસ થાય આ અંગે રતનપર ખડીરના યુવાન સરપંચ દશરથભાઈ વેલજીભાઈ આહિર જણાવે છે કે ઉનાળામાં આ ખડીર બેટ પર સખ્ત ગરમી પડી રહી છે. ટાપુની ચારે તરફ અફાટ રણ વિસ્તાર છે. આ રણ કાંઠામાં ચક્કર લગાવીએ ત્યારે જાણે કોઈ યુરોપના દેશની યાદ અપાવે છે. યુરોપમાં અત્યારે બરફના પ્રદેશમા ઠંડક વળે છે. જ્યારે ખડીર અને વાગડના સફેદ રણમાં ગરમીમાં પરસેવો વળી જાય છે. ત્યારે પ્રવાસન ક્ષેત્રે ખડીર ટાપુના ધોરાવીરા ફોસિલ પાર્ક સનસેટ પોઈન્ટ રણ સફારી સહિતના પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. આગામી દિવસોમાં માર્ગ નવા બનશે ત્યારે પ્રવાસન ક્ષેત્રે ખડીર વિસ્તાર હરણફાળ ભરવા માટે તત્પર બની ઉદભવસ્થાન બને તો નવાઈ નહીં.