ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા જ્ઞાનનું સંક્ષિપ્ત મૂલ્યાંક્ન કરી શકાય

અદાણી મેડિકલ કોલેજના ઈન્ડિયન મેડી. પીડિયાટ્રીક અંતર્ગત આયોજિત ક્વિઝની વિજેતા ટીમ રાજયસ્તરે ભાગ લેશે

ભુજ : અદાણી મેડિકલ કોલેજ ભુજના પીડિયાટ્રિક (બાળરોગ) વિભાગના વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે યોજાનાર ગુજરાત મેડિકલ કોલેજના છાત્રોની હરોળમાં ભાગ લઈ શકે એ માટે આ ક્ષેત્રના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં રહેલા જ્ઞાન, યોગ્યતા અને કૌશલ્યનો તાગ મેળવવા કિવઝ યોજાઈ હતી. અગાઉ છાત્રોની જેમ રેસિડેન્ટ ડોક્ટરો માટે પણ કિવઝનું આયોજન થયું હતુ.
કોલેજ ખાતે ૩૪મા ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક અંતર્ગત યોજાયેલી કિવઝના પ્રારંભે હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ અને કોલેજના પ્રોફે. ડો. રેખાબેન થડાનીએ કિવઝની રૂપરેખા આપતા કહ્યું કે, કિવઝ એક દિમાગી કસરત છે, જેમાં વિદ્યાર્થીઓનું સંક્ષિપ્ત મૂલ્યાંકન કરાય છે.
મેડિકલ કોલેજના બાળરોગ વિભાગ હેઠળ યોજાયેલી કિવઝમાં ૩ટીમો સ્વૈચ્છીક રીતે જાેડાઈ હતી અને ૬વિદ્યાર્થીઓએ ભાગ લીધા ેહતો. તે પૈકી બી ટીમના હિતેન કોટડિયા અને હાર્દિક ભૃગ વિજેતા થયા હતા. આ ટીમ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયા હેઠળ યોજાનાર રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ કિવઝમાં ડો. રેખાબેન થડાનીએ પ્રશ્નોતરી પ્રસ્તુત કરી હતી. જ્યારે એસો. પ્રો. ડો. એકતા આચાર્ય, સિની. રેસી. ડો. મુકુંદ વાઝા, ડો. શ્રદ્ધા ભિમાણી તેમજ ડો. કરણ પટેલ સહિત રેસી. ડોક્ટરોએ આયોજન સંભાળ્યું હતું.