ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ -સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી : ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં તા.૦૧/૧૦/ થી ૩૧/૧૦ સુધી સ્વચ્છ ભારત મિશન જનભાગીદારી દ્વારા અમલી બનાવાશે

આ વર્ષે દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશ-ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત કચ્છની તમામ ગ્રામ પંચાયતો, તેમજ તમામ નગરપાલિકાઓમાં તા.૦૧/૧૦/ થી ૩૧/૧૦/૨૦૨૧ સુધી સ્વચ્છ ભારત મિશન જનભાગીદારી દ્વારા અમલી બનાવવામાં આવશે.સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય અને સ્વચ્છતા વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ બને છે તેથી આ અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા સંબંધે લોકોમાં જાગૃતિ અને પ્રયત્નો કરાશે. કચ્છ જિલ્લામાં પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧લી થી ૩૧ ઓક્ટોબર સુધી પુજ્ય મહાત્મા ગાંધીજીનો સ્વચ્છતાનો સંદેશ ફેલાવાશે. 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન તા. ૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા સ્વચ્છ ભારત મિશન જનભાગીદારી દ્વારા અમલી બનાવવામાં આવશે. ભારતના ૨.૫૦ લાખ ગામડાઓ અને ૭૪૪ જિલ્લાઓમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને એન.એસ.એસ વિધાર્થીઓ દ્વારા ઘેર-ઘેર પહોંચીને કચરો અને પ્લાસ્ટીક એકઠુ કરવામાં આવશે. આ સાથે જળસ્ત્રોતોની સાફ સફાઇ પણ કરવામાં આવશે. ગામડાઓના બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવશે તેમજ હેરિટેજ સાઇટની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નેશનલ હાઈવે, સ્થાપત્યો, મંદિરો ધાર્મિક સ્થળો હોસ્પિટલ અને પિવાના પાણીના સ્ત્રોતોની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. આ ૩૧ દિવસ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર સ્વચ્છતાનો સંદેશો ફેલાવી  દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ સ્થાનિક નગરપાલિકા, શહેરી વિસ્તારો દરેક શેરી મહોલ્લાની જગ્યાએ યુવાનો દ્વારા ખાસ અભિયાન ચલાવીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ  કરવામાં આવશે. તેમજ કચરો ડોર ટુ ડોર કલેકશન કરીને પધ્ધતિસરનો નિકાલ કરવામાં આવશે જેમાં યુવાનો પ્રબુધ્ધ નાગરિકો સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો ચુંટાયેલા પદાધિકારીઓ સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થઈ સહયોગ આપવા અપીલ કરાઇ છે.