ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાનું કહીને ડૉક્ટરના ખાતામાંથી ૭૫ હજાર ઉપાડી લીધાં

0

અમદાવાદ,દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ કરતા ગઠીયા ઓનો આતંક વધી રહ્યો છે. અવનવી મોડેસ ઓપરેન્ડીથી આ ગઠીયા ઓ લોકો પાસે પૈસા પડાવી રહ્યા છે. ત્યારે ક્રેડિટ કાર્ડ અપડેટ કરી લિમિટ વધારી આપવાની લાલચ આપી ને ઠગાઈ નો બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબ ભોગ બન્યા છે.સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગ માં છેલ્લા ત્રણ વર્ષથી તબીબ તરીકે કામ કરતા નિસર્ગ શાહ ૧૧ મી જુલાઇ ના દિવસે લાયબ્રેરી માં વાંચન કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પણ પૂજા શર્મા નામની એક યુવતી નો ફોન આવ્યો હતો.જે એક્સિસ બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપીને ફરિયાદી નું ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાનું હોવાનુ કહી ને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડની તમામ હકીકત જણાવી હતી. યુવતી એ કાર્ડની તમામ હકીકત જણાવતા ફરિયાદીને વિશ્વાસ આવ્યો હતો કે તેઓ આ એક્સિસ બેંક માંથી જ બોલી રહ્યા છે.જ્યારે આરોપી યુવતી એ ફરિયાદી ને તેમના ક્રેડિટ કાર્ડ ની લિમિટ ૨.૫ લાખ થી વધારી ને ૩.૫ લાખ કરવાની લાલચ આપી ને ફરિયાદી ના મોબાઈલ માં આવેલ પિન નંબર માંગ્યો હતો.જે ફરિયાદી એ આપતા જ તેના ખાતા માંથી રૂપિયા ૩૫૩૫૦ ઉપડી ગયા હતા. જ્યારે આરોપી એ બીજા કાર્ડ ની વિગતો માંગતા ફરિયાદી એ તે વિગતો આપી ના હતી. ત્યારબાદ તેમના ખાતા માંથી બીજા ૪૦૪૦૦ ઉપડી ગયા હતા. જેની જાણ પોલીસ ને કરતા હાલ માં પોલીસ એ ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.