ક્રાઈમ બ્રાંચે દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ : અમદાવાદમાં પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચને સૂચના મળી હતી. જે અનુસંધાને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ખૂન કેસ તથા મારામારીના ગુનામાં દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસે પેરોલ જમ્પ કરેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી કે પેરોલ જમ્પુ કરીને નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે ગાંડો ઈસનપુર મુક્તિ ધામ પાસે છે. ત્યારે પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની પુછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં ગેમર ઉફે રમેશ મકવાણા સાથે મળી વેજલપુરમા આવેલ જય જયોતી ગેસ એજન્સીના મેનેજરની લુટ વિથ ખૂનના ગુનામા પકડાયેલ હતો. જે કેસમા પોતે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો.આ દરમ્યાન દોઢેક વર્ગ પહેલા પોતાના દાદાનુ અવસાન થતા પેરોલ રજા લીધેલ બાદ પરત જેલમાં હાજર થયો નહોતો. તે દોઢ વર્ષથી જુદા જુદા સ્મશાનમાં રહીને મજુરી કરતો હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.બીજી તરફ પોલીસે ગેરકાયદે દારુનો વેપાર કરીને દિનેશ કલાલ નામના વ્યક્તિને હથિયાર તથા લાકડીઓના ઘા મારીને ઈજા પહોંચાડી હતી તે ગુનામાં નાસતા ફરતા આરોપી જયેશને પણ ઝડપી લીધો હતો. જયેશ અગાઉ નારણપુરામાં વાહન અડચણના ગુનામાં પણ પકડાયેલ હતો.