ક્રાઈમ કોર્નર

ભુજથી માંડવી જતા બે મોટર સાઈકલ ટકરાતા બાઈક ચાલકનું મોત

ભુજ : ભુજથી માંડવી જઈ રહેલા રમજુ હુસેન લુહાર (ઉ.વ. ૩પ)એ પોતાના કબજાની બાઈક લઈને જતો હતો. ત્યારે જી.જે. ૧ર બી.એમે ૭૯રપ મોટર સાઈકલ ચાલકે ટક્કર મારતા તેમના માથાના ભાગે ઈજા થતા સારવાર માટે જી.જે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેનું સારવાર દરમ્યાન મરણ થતાં માનકૂવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નારાણપરમાં આંકડાનો જુગાર લેતા આરોપી ઝડપાયો

ભુજ : તાલુકાના નારાણપર ગામે બસ સ્ટેશન નજીક દેવજીભાઈ ખમુભાઈ મહેશ્વરી (ઉ.વ. પ૬) (રહે ઈન્દિરાવાસ નારાણપર વાળો વરલી મટકા મિલન બજારનો આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડતો હતો. જેને બાતમીના આધારે માનકૂવા પોલીસે પકડી હતો. જેની પાસે રોકડા રૂપિયા ૩ર૩૦ તથા આંકડાનું સાહિત્ય કબ્જે કર્યું હતું. માનકૂવા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

દયાપરમાં મોબાઈલના વેપારી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

ભુજ : દયાપર ભોલે મોબાઈલ સેલ્સ નામની દુકાનના યોગેશકુમાર ગંગારામભાઈ પટેલ (રહે પાનેલી, નખત્રાણા)ને જુના મોબાઈલ લે- વેચ અંગેના કોઈ પણ આધારા પુરાવા ન રાખી રજિસ્ટર નિભાવ ન કરી ને જાહેરનામાના ભંગ બદલ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ભુજમાં ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ ગુનો નોંધાયો

ભુજ : શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ શહેરના ખેતશી ઉર્ફે મીઠુ શામજીભાઈ મારવાડા (ઉ.વ. ર૧) (રહે ભીડનાકા બહાર, ભુજ)એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે હથિયાર છરી રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધાયો છે.

ભુજમાં બેદરકારીથી વાહન હંકારી અકસ્માત સર્જી ચાલક ફરાર

ભુજ : શહેરના જ્યુબિલી સર્કલ પાસે બેદરકારી પૂર્વક ગફલત ભરી રીતે ફોર વ્હીલર ગાડી નંબર જી.જે. ૧ર ડીએ ૧૭ર૮ વાળાના ચાલક જગદીશ શામજી જોષીએ મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર ઈજી. ૪૯૩રના ચાલક વિરલભાઈ મૂળવંતરાય વોરાને ભટકાવતા રોડ પર પાડી દઈ ફરિયાદીને માથા, શરીર, કમરમાં મુઢ માર સહિત ઈજાઓ કરી ગાડી લઈ નાસી જતાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી સામે ગુનો નોંધાયો છે.

ઉખેડામાં બાળકને સર્પે ડંશ દેતા સારવાર હેઠળ

નખત્રાણા : તાલુકાના ઉખેડા ગામની વાડીમાં કિશોરભાઈ રાજુભાઈ નાયક (ઉ.વ. પ)ને પોતાની વાડીમાં રમતા હતા, ત્યારે સાપ કરડી જતાં પ્રાથમિક સારવાર અર્થે સીએચસી નખત્રાણા ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.

મમુઆરામાં જુગાર રમતા ખેલીઓ ઝડપાયા

ભુજ : પધ્ધર પોલીસે ભુજ તાલુકાના મમુઆરા ગામની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા ૬ ખેલીઓને રૂા.૧ર,૧૦૦ની રોકડ સાથે અને પાંચ મોબાઈલ કબજે કરી પકડી પાડ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ પધ્ધર પોલીસે નાડાપાના નરશી ગોપાલ ગાગલ, મમુઆરાના મુકેશ જેશા જાટીયા, હરેશ કાનજી જાટીયા, કુલદીપ વાલા જાટીયા, મોહન વાલા જાટિયા અને હરી કરશન કેરાસીયાને ઝડપી પાડ્યા હતા.