ક્રાઈમ કોર્નર

માધાપરમાં યુવતીએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત

ભુજ : તાલુકાના માધાપર ખાતે ર૦ વર્ષિય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આઈયા બગ્લોઝમાં રહેતી રિદ્ધિબેન હિતેષભાઈ ઠક્કરએ પોતાના ઘેર અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધો હતો. બનાવને પગલે હતભાગીના પરિવારજનોએ તેને ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુંદરામાં વકીલે મહિલાને બાંધકામ મુદ્દે આપી ધમકી

મુંદરા : શહેરના પટેલ ફળિયામાં મકાનની દીવાલને અડીને બાંધકામ કરવા મુદ્દે નફીશાબેન મહમદઅલી ખોજાને વ્યવસાયે વકીલ એવા નવાઝ હુશેન છતાણીએ ધમકી આપી હતી. ફરિયાદીએ ગત રપમીએ બનેલા બનાવ અંગે વકીલ સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદના મકાનને અડીને બાંધકામ કરવા અંગે ઘટના બની હતી. જેના મનદુઃખે વકીલે ધમકી આપી હતી.

મીઠીરોહર પાસે ટ્રેલર હડફેટે બાઈક ચાલકને ઈજા

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર પાસે કન્ટેનર ટ્રેઈલરના ચાલકે બાઈકને હડફેટમાં લેતા ઈજા પહોંચી હતી. આદિપુરના મહેન્દ્ર ચેતનદાસ મોટવાણી બાઈકથી જતા હતા ત્યારે મીઠીરોહર નજીક કન્ટેનર ટ્રેઈલરે બાઈક સવારને હડફેટમાં લેતા ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી.

અંજારથી ભચાઉ જતા તબીબીની કારમાં ટેન્કર ભટકાયું

અંજાર : ભચાઉના ગાંધી ઈમેજીંગ સેન્ટરના તબીબ ડો. કુરન ગાંધી તેમના કાર ચાલક મયૂરભાઈ ભરતભાઈ જોષી સાથે અંજારથી ભચાઉ જતા હતા ત્યારે ગોકુલધામ પુલ પાસે રોંગ સાઈડમાં પૂરપાટ આવેલા ટેન્કરે ટક્કર મારી હતી. સદનસીબે બનાવમાં કોઈ મોટી ઈજા થવા પામી ન હતી. પરંતુ કારને નુકશાન થયું હતું.