કંડલા-ગાંધીધામમાંથી બે દરોડામાં ૧૪ ખેલી જબ્બે

ગાંધીધામ : અહીંની એ ડિવિઝન પોલીસે ગળપાદર જેલની પાછળ કૈલાસનગર ઝુંપડામાં મારાજ પ્રોવિઝન દુકાનની પાસે દરોડો પાડીને દેવશી મોતી કોળી, ગોવિંદ માધાભાઈ પ્રજાપતિ, ચતૂરગીરી રતનગીરી ગુંસાઈ, મૂળજી રમેશભાઈ પરસોડ, વાલજી વીરા કોળી, ભચુ ઉર્ફે ભચાભાઈ મોહનભાઈ કોળી, મનહરભા ભરતદાન ગઢવીની ધરપકડ કરી હતી. તો કંડલા પોલીસે મીઠા પોર્ટ મસ્જીદ પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડીને અયુબ ઈબ્રાહીમ મીંઢા, રમજુ સુલેમાન કકલ, જુસબ હાજી સાયચા, બાવલા સુલેમન કકલ, આદમ સિદીક કકલ, જુસબ મામદ સાયચા, આમદ મુસા લાડકાની ધરપકડ કરી હતી. બન્ને દરોડામાં રૂા.ર૧,પપ૦ની રોકડ રકમ કબ્જે કરાઈ હતી.

આધોઈમાં પાંચ શખ્સોનો આધેડ પર હુમલો

ભચાઉ : તાલુકાના આધોઈમાં આધેડ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. જુની સરકારી હાઈસ્કૂલ પાસે આરોપીઓ નારણ ગોવિંદ કોલી, રાજીબેન નારાણ કોલી, નકુલ નારણ કોલી, સહદેવ નારાણ કોલી અને નવીન નારાણ કોલીએ ફરિયાદ હરજીભાઈ માનસંગભાઈ ભલાણીને લાકડી વડે મારમાર્યો હતો. ફરિયાદીએ આરોપીના દિકરાને બે વર્ષ પૂર્વે આવેલા ઠપકા બાબતે માર મારાતા ગુનો નોંધાયો હતો.

ભીમાસર નજીકથી ૩૦ હજારનો દારૂ ઝડપાયોક્રાઈમ કોર્નર

અંજાર : તાલુકાના ભીમાસર નજીક હનુમાન મંદિર પાસે સુટકેસ લઈને ઉભેલા એક શખ્સ પાસેથી રૂા.૩૦,૬૦૦નો દારૂ ઝડપાયો હતો. પૂર્વ બાતમીને આધારે પોલીસે કરેલી કાર્યવાહીમાં આરોપી રાહુલ કમલકાંત શેઠીની ધરપકડ કરાઈ હતી. આરોપીની પૂછતાછમાં આ દારૂ ભીમાસરના બાબુ રબારીએ મંગાવ્યો હોવાનું તેણે ઉમેર્યું હતું.

માંડવીમાંથી ૪ જુગારીઓ જબ્બે

માંડવી : શહેરના વાલ્મિકીનગરમાં સ્થાનિક પોલીસે જુગાર પર દરોડો પાડીને ૪ ખેલીઓ ઝડપી પાડ્યા હતા. ઓટલા ઉપર જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા રમેશ વિનોદ વાઘેલા, મનીષ કાકુ ઝાલા, વિજય દેવજી વાઘેલા અને નવીન ટપુભાઈ વાલ્મિકીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂા.ર૭૬૦ કબ્જે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.