ક્રાઈમ કોર્નર

સમોસા વેચવા સાથે ક્રિકેટનો સટ્ટો રમાડનાર શખ્સ જબ્બે

ભુજ : શહેરના ભાનુશાલીનગર વિસ્તારમાં તુલસી સમોસા નામની લારી ચલાવતા ભુજના વિરલ મહેન્દ્ર ઠક્કર નામના યુવાનને પોલીસે ક્રિકેટનો સટ્ટો રમાડતા ઝડપી પાડ્યો હતો. બી-ડિવિઝન પોલીસે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સમોસા વેચાણની સાથે સટ્ટો રમાડતા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂા.૭૦૦ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

પેરોલ જમ્પ કરી ફરાર થયેલો આરોપી જબ્બે

ભુજ : અહીંની ખાસ પાલારા જેલમાંથી વચ્ચગાળાના જામીન ઉપર મુક્ત થયા બાદ નિયત સમયે પરત ન ફરનાર માંડવીના લાલજી દેવજી મારવાડા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડી પુનઃ પાલારા જેલને હવાલે કરાયો હતો.

સિંગતેલ સગેવગે કરનાર બે શખ્સો ઝડપાયા

ભચાઉ : તાલુકાના શિકારપુર પાસેથી ૩૮.૧ર લાખની કિંમતનો સિંગતેલ સગેવગે કરનાર ગાંધીધામના ટેન્કર માલીક અને ચાલકને દબોચી લેવાયા છે. વડોદરાના ટ્રાન્સપોર્ટર સુભાષભાઈ મોરીએ સિંગતેલનો જથ્થો સગેવગે કર્યા સબબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં ટેન્કર માલીક ઓમપ્રકાશ માલી અને ચાલક મહેન્દ્ર ભગીરથભાઈ સ્વામીની પોલીસે અટક કરી છે. બન્નેને કડક પુછતાછમાં તેમણે ગુનો આચરાની કબૂલાત પણ કરી હતી.

ગાંધીધામની સલૂનમાં રમાયો જુગાર : પાંચ ઝડપાયા

ગાંધીધામ : શક્તિનગરમાં આવેલ હેર કટિંગ સલૂનમાં ચાલતી જુગાર પર પોલીસે દરોડો પાડીને ૮ર હજારની રોડક સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. શક્તિનગરમાં લક્ષ હેરકટિંગ સલૂન ચલાવતો આશિષ બાબુલાલ વાજા પોતાની દુકાનમાં અમુક ઈસમોને બોલાવી ગંજીપાવાના વળે જુગાર રમાડતો હતો. જેની બાતમીના આધારે પોલીસે પાળેલા દરોડામાં આશિષ ઉપરાંત કૈલાશ હસ્તિમલભાઈ સુથાર, ધવલ જયંતીભાઈ ચાવડા, મંથન ઉર્ફે શનિ નિતિનભાઈ મહેતા, બળદેવ વિરભાણ ચૌહાણને ઝડપી પાડ્યા હતા.

માનકૂવામાંથી એક્ટિવા ચોરનાર સુલતાન સંકજામાં

ભુજ : તાલુકાના માનકૂવા પોલીસ મથકે ગુરુવારે એક્ટિવા ચોરાયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ચાની હોટલ પાસેથી એક્ટિવા ચોરનાર સામત્રાના આરોપી રાજેશ ઉર્ફે સુલતાન અરવિંદ કોલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી વાહન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.