ક્રાઈમ કોર્નર

ભચાઉમાં માલગાડી હડફેટે યુવાનનું મોત

ભચાઉ : અહીંના રેલવે સ્ટેશન પર ૩પ વર્ષિય યુવાનનું માલગાડસ હડફેટે મોત નીપજ્યું હતું. હતભાગી યુવાન દેવરાજ સામત હુંબલ અકસ્માતે માલગાડી હડફેટે આવી જતા દમ તોડ્યો હતો. હતભાગી યુવાન માનસિક બીમાર હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.

મુંદરાના બેરાજામાં યુવાને કર્યો અકળ આપઘાત

મુંદરા : તાલુકાના બેરાજામાં ૪પ વર્ષિય યુવાને અકળ આપઘાત કર્યો હતો. બેરાજાના વાડી વિસ્તારમાં રહેતા અભુ હારૂન સમાએ ગળે ફાંસો ખાઈને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. બનાવ અંગે હતભાગીના બનેવી જુસબ અયુબ સમાએ મુંદરા પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મીઠીરોહરમાં પ્રૌઢનો બીમારીથી કંટાળીને આપઘાત

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં પ્રૌઢે બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પપ વર્ષિય સવાભાઈ પાંચાભાઈ કોલીએ મીઠીરોહરમાં આવેલ ગેબનશાપીરની દરગાહ
નજીક બાવળની ઝાડીઓ વચ્ચે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.

ભુજનો યુવાન સેનેટાઈઝર પી જતા સારવાર હેઠળ

ભુજ : શહેરના સરપટ નાકા બહાર આશાપુરાનગરમાં રહેતા યુવાને માર ખાવાની બીકમાં સેનેટાઈઝર ગટગટાવ્યું હતું. નવીન પરબતભાઈ મહેશ્વરી નામના યુવાન યુવાનની પાછળ કેટલાક લોકો ધોકા લઈને માર મારવા દોડ્યા હતા. ત્યારે યુવાન પોતાના ઘેર ગયા બાદ સેનેટાઈઝર પી જતા સારવાર ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

લાકડીયામાંથી ૧૦ હજારની રોકડ સાથે ૩ જુગારી જબ્બે

ભચાઉ : તાલુકાના લાકડીયામાં ગંજીપાના વડે રમાતા જુગાર પર દરોડો પાડીને પોલીસે ૩ શખ્સોને ઝડપ્યા હતા. રેલવે સ્ટેશનના ફાટક પાસે ડાડાની હોટલ પાછળ બાવળની ઝાડીઓમાં જુગાર રમી રહેલા ફકીરમામદ અલીમામદ કાણીયા, રસીક તરશી કોલી અને અકબર હુસેન ઢસાને પોલીસે રોકડ રૂા.૧૦,ર૦૦ સાથે પકડી પાડ્યો હતો.

આધોઈમાંથી બાઈક ચોરાતા ફરિયાદ

ભચાઉ : આધોઈ રહેતા યુવાનનું બાઈક ચોરાતા સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મનજીભાઈ કોલીનું રૂા.પ૦ હજારનું બાઈક તેમનો પુત્ર નવીન લઈને લાકડીયા રોડ પર મજુરોને બીજા દિવસે કામ પર આવવાનું કહેવા ગયો હતો. થોડીવાર માટે ચાવી બાઈકમાં જ રાખીને ગયા બાદ કોઈ બાઈક તફડાવીને ચાલ્યું જતા ગુનો નોંધાયો હતો.