ક્રાઈમ કોર્નર

નોકરી માટે ઝારખંડથી આવેલા શ્રમજીવીની હત્યા

ગાંધીધામ : કંડલામાં સારા પગારની નોકરીની લાલચ આપીને ઉત્તરાખંડના યુવાનને અહીં લાવ્યા બાદ ટ્રક ચાલકે તેની હત્યા કરી હોવાની ઘટનામાં ઉત્તરાખંડમાં નોંધાયા બાદ ઝીરો નંબરથી કંડલા મરીન પોલીસે ગુનો નોંધ્યો છે. મૃત્ક સરબજિતસિંઘ સ્વર્ણસિંઘની હત્યા અંગે તેના બનેવી બલજીતસિંઘ તારાસિંઘે ફરિયાદ નોંધાવી હતી. જેમાં શ્યામલપુરના દીનાનાથ પોકરારામ તેના હતભાગી સાળાને કંડલામાં નોકરીની લાલચે લાવ્યો હતો અને કોઈપણ કારણોસર હતભાગીની હત્યા નિપજાવાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ૬ મહિના પૂર્વે બનેલા બનાવમાં કંડલા મરીન પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

રતનાલની વાડીમાંથી ભરાયેલા ૬ લાખના દાડમ સગેવગે

ભુજ : રતનાલ નજીકની વાડીમાંથી છ લાખના દાડમ ભરીને ગયેલા હરિયાણાના ચાલકે જથ્થો લઈને સગેવગે કરી ફરાર થઈ જતા પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવને પગલે અમરસિંહ પદમસિંહ જાડેજાએ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને જયપુર દાડમ મોકલવાના હોવાથી હરિયાણા પાસીંગના ટેમ્પોના કાગળોની નકલ લીધી હતી અને માલિક સાથે વાત કરીને શકીર મોહમદ નામના ટેમ્પો ચાલકને દાડમ લોડીંગ કરી આપ્યા હતા. પરંતુ ડ્રાઈવર ફરાર થઈ જતા ગુનો નોંધાયો હતો.

મોટા અંગીયામાંથી ૮ જુગારી જબ્બે

નખત્રાણા : તાલુકાના મોટા અંગીયા ગામે ગ્રાઉન્ડમાં ચાલતા જુગાર પર પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. જેમાં રફીક ખમુ બકાલી, મનસુખનાથ શંકરનાથ નાથબાવા, હાસમ મામદ હિંગોરજા, વિપુલ મહેશભાઈ ગોર, મુબારક ઈસ્માઈલ લુહાર, સદામ ઉમરભાઈ હિંગોરજા, અનનર રમજાન લુહાર, અબ્દ્રેમાન હારૂન લોહારને પોલીસે ધાણીપાસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રૂા.૧૦,૦૦૦ની રોકડ અને ૬ મોબાઈલ મળીને કુલ રપ,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અંતરજાળમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રોડ

ગાંધીધામ : અંતરજાળમાં દેશી દારૂની બદીથી કંટાળેલા લોકોએ દારૂના ધંધાર્થીના બંધ મકાન પર જનતા રેડ કરીને પોલીસને બોલાવી હતી અને રૂા.ર૪૦૦ની કિંમતનો દેશી દારૂ ઝડપીને બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસમાંથી મળેલી વિગતો મુજબ રૂપાભાઈ આહીરના વાડામાં આવેલી ઓરડીમાં ગાંધીધામના ખીમજી ભાનુશાલી અને મુંદરાના વવારના ધનરાજ ગઢવી દેશી દારૂનો જથ્થો રાખીને વેંચાણ કરતા હતા. લોકોએ તેના રેડ પાડીને પોલીસને બોલાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વરસાણા નજીક ફ્રુટની દુકાનમાંથી ગાંજો ઝડપાયો

અંજાર : તાલુકાના વરસાણા નજીકની એક ફ્રુટની દુકાનમાંથી પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસના દરોડામાં એક શખ્સ ઝડપાયો હતો જ્યારે અન્ય એક આરોપી નાશી છૂટ્યો હતો. બાતમીને આધારે પોલીસે પવનદેવ ફ્રૂટ ભંડાર નામની દુકાનમાં દરોડો પાડીને રૂા.પર,૬૩૦ની કિંમતનો પ કિલા ર૬૩ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વરસાણા ચોકડી પાસે રહેતા આરોપી સુસીન્દ્રા ટનુક મંડલને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમાં પટણા, બિહારના વોન્ટેડ આરોપી શંકર યાદવ પાસેથી તેણે જથ્થો મંગાવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

ખેડોઈમાં તસ્કરોએ ર ઘર અને ૩ દુકાનને બનાવી નિશાન

અંજાર : તાલુકાના ખેડોઈમાં તસ્કરોએ ર ઘર અને દુકાનોને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂા.૧ર,૦પ૦ની ચોરીને અંજાર આપ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બનાવને પગલે હિતેશભાઈ ભાઈલાલભાઈ રાજગોરે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી માન કંપનીના ઝુંપડાઓમાં રહેતા ગુડિયા જામસિંગ ઘાયલ અને નરવેસિંહ બાપુ સિંગારને ઝડપી પાડી તેમની પાસેથી રૂા.૯૬૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.