ક્રાઈમ કોર્નર

શિકારપુર નજીક ટ્રક-ટ્રેઈલર ભટકાતા યુવાનનું મોત

ભચાઉ : તાલુકાના શિકારપુર ગામના ચાર રસ્તા નજીક ઉભેલી ટ્રકમાં ટ્રેઈલર ભટકાતા સઈદખાન લાલમામદ મકરાણી (ઉ.વ.૩૬)નું મોત નીપજ્યું હતું. કુકમા નજીકથી કેમીકલ ફેકટરીમાંથી બેરલ ભરીને જતી એમપી ૯ એચજી ૯૩૮૮ નંબરની ટ્રક ખરાબ થઈ થતા શિકારપુર નજીક ઉભી હતી. દરમિયાન હતભાગી વાહન રીપેરીંગ કરતો હતો ત્યારે સામખિયાળી તરફથી આવતા જીજે. ૧ર. બીટી. ૮૬૦૯ નંબરના ટ્રેલરે પાછળથી ટ્રકને ટક્કર મારતા રીપેરીંગ કરતા સઈદખાન પર પોતાના જ વાહનના પૈડા ફરી જતા મોત નીપજ્યું હતું.

ગાંધીધામના મીઠીરોહર નજીક અકસ્માતે યુવાનનું મોત

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર નજીક મોડવદર ઓવરબ્રીજ ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહીંથી પગપાળા જતા કોઈ અજાણ્યા ૩૦થી ૩પ વર્ષના યુવાનને અજ્ઞાત વાહને હડફેટમાં લેતા હિટ એન્ડ રનના બનાવમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે હાજી નૂરમામદ ચાવડા (મુસ્લિમ)એ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નોખાણીયાના કમિટી હોલમાંથી તસ્કરોએ ૧૧ હજારની કરી ચોરી

ભુજ : તાલુકાના નોખાણીયા ગામના મેઈન હાઈવે પર આવેલ કુંવરદાદાના મંદિરની બાજુમાંં કમિટી હોલમાં રાખેલ પાણીની મોટર, લોખંડની કટર, લોખંડના ગ્રાઈન્ડર, ડ્રીલ તથા પીતળની ઝામર સહિત રૂપિયા ૧૧,પ૦૦ના મુદ્દામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. લોરીયા ગામે રહેતા માલશીભાઈ મીઠુભાઈ મહેશ્વરી (ઉ.વ.પ૦)ની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તસ્કરોએ કમિટી હોલનું તાળુ તોડીને અંદર રાખેલા રૂપિયા ૧૧,પ૦૦નો મુદ્દામાલ ચોરી ગયા હતા. પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

કંડલા નજીક પ્રતિબંધિત ક્ષેત્રમાં માછીમારી કરતા શખ્સ સામે ફરિયાદ

ગાંધીધામ : કંડલા દીનદયાળ પોર્ટ પાસે પ્રતિબંધિત ક્ષેત્રમાં માછીમારી કરી રહેલા માછીમાર વિરૂધ્ધ સીઆઈએસએફના અધિકારીએ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કંડલા પોર્ટની કાફટ જેટી નંબર રરની સામે ફલોટિંગ બોપા નંબર ૧૭ પાસે એફ ફિશિંગ બોટ બોપામાં જાળી બાંધી તે વિસ્તારમાં માછીમારી કરી રહેલા જુના કંડલાના બન્ની ઝુંપડામાં રહેતા મહેબુબ અકબર આરબ પાસે બોટના કાગળો અને ઓળખપત્ર માગતા તેની પાસે તે ન હોતા સીઆઈએસએફના અધિકારીએ માછીમાર સામે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નાની ચીરઈ નજીક રૂા.૮૩ હજારના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયો

ભચાઉ : તાલુકાના નાની ચીરઈ પાસે ટ્રક ચાલક-કલીનરને બેહોશ કરી રૂા.૮૩ હજારના મુદ્દામાલની ચોરી કરનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડી ચોરીના આ ભેદ ટુંક સમયમાં ઉકેલી લીધો હતો. જ્યારે અન્ય ચાર આરોપીને પકડવાના બાકી છે. ચીરઈ પાસે ડ્રાઈવર અને કલીનરને બેહોશ કરીને પ૦ ચોખાની બોરી કિં.રૂા.૬૦ હજાર, અઢીસો લીટર ડીઝલ તેમજ રોકડ સહિત રૂા.૮૩ હજારની ચોરીને અંજામ આપનાર શખ્સોને પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રશીદ દેસર સમા (દિનારા), ઈમરાન ઉમરભાઈ સમા (ભુજ), રાજુ ફુલાભાઈ મકવાણા (રાજકોટ) અને બંટી અનવર બેગ (યુપી)ને પકડી કુલ રૂા.૩,૯ર,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે દિનેશ ઠક્કર (ભચાઉ), હનીફ ઓસમાણ સમા, આમદ સિદીક સમા, મજીદ તૈયબ સમા (રહે. ત્રણેય દિનારા)ને પકડી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.