ક્રાઈમ કોર્નર

ગાંધીધામમાં ટ્રેઈલરે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

ગાંધીધામ : એ.વી. જોષી પુલીયા નીચે ટ્રેઈલર અડફેટે બાઈક ચાલક યુવાન આવી જતા તેનું મોત નિપજ્યું હુતં. મુળ બિહારના અને હાલે ગળપાદર રહેતા અમરેશસિંગ (ઉ.વ. રર) પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે એ.વી. જોષી પુલિયા પાસે ટ્રેઈલર ચાલકે બાઈકને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં ાવતા સારવાર કારગત નિવડે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેઈલર ચાલક વિરૂધ્ધ મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીને કચ્છમાં પિયરે મુકી પરત જતાં યુવાનનું અકસ્માતે મોત

ભુજ : માલવણ હાઈવે પર મોટી મજેઠી ચેકપોસ્ટ પાસે ફોર્ચ્યુંનર કાર પલટી મારી જતાં કડીના યુવાનનું મોત નીપજ્યું હતું. પોતાની પત્ની અને પુત્રને કચ્છમાં પીયર મુકીને પરત ફરતાં રાજપૂત સમાજના આગેવાન અજયસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જી.જે. ૦૧ -સીએ ૬૬૧પ નંબરની કાર પલટી મારી જતાં આ કરૂણાંતિકા સર્જાઈએ બનાવને પગલે બજાણાનાં પીએસઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

માધાપરમાં યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

ભુજ : તાલુકાના માધાપર ગામે માર્થોમાનગરમાં એકલવાયું જીવન જીવતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માધાપરના માર્થોમાનગરમાં ભુતનાથ મંદિરવાળી ગલીમાં રહેતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા જયેશભાઈ હિંમતલાલ પરમાર (ઉ.વ. ૩ર) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

લાખોંદમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો

ભુજ : તાલુકાના લાખોંદ ગામે યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યું હતું. લાખોંદ પાટીયા પાસે આવેલી બીએમસીબી કોલેનીમાં રહેતા અને મુળ પાલી જિલ્લાના કાના રામ દેવાસી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યું હતું. યુવાનને તાત્કાલીક જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્‌ હતો. પધ્ધર પોલીસેે બનાવની નોંધ લઈ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ કરી છે.

ધાણેટીના વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવતા પોલીસ ફરિયાદ

ભુજ : તાલુકાના ધાણેટીના રહેવાસી સાથે મોટર સાયકલના સોદામાં રૂા. રપ હજાર છેતરપિંડી કરનાર શખ્સ વિરૂધ્ધ પધ્ધર પોલીસ મથકે ફરિયા કરાઈ છે. નવી ધાણેટીના રામકૃષ્ણનગરમાં રહેતા કાનજીભાઈ વાલાભાઈ ડાંગરે પધ્ધર પોલીસ મથકે કોટડા ચકાર ગામના રતનશી જીવરાજ ધોળુ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીને ત્રણ વર્ષ અગાઉ રૂા. રપ હજારની કિંમતની મોટર સાયકલ વેચાતી આપી હતી. બાદમાં ફરિયાદીએ મોટર સાયકલનું આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવવા જતા તે થયું ન હતુ જેથી આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે બાઈકનું રજીસ્ટ્રેશન કરાવી દેશે. પરંતુ આજ દિન સુધી કામગીરી ન કરતા આરોપી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.