મુન્દ્રાની ભૂખી નદીમાંથી અજાણ્યા શખ્સની લાશ મળી

ભુજ : શહેર મધ્યે ભૂખીનદીના પટમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુન્દ્રાના ભૂખીનદી પટમાં મૃતદેહ પડ્યો હોવાની સિકંદર સુલેમાન ઉન્નડે જાણ કરતા પોલીસે સ્થાનિકે દોડી ગઈ હતી. મરનારની ઓળખ હજુ થઈ નથી. પોલીસ આ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. મૃત્યુનો કારણ પોસ્ટમોર્ટમ બાદ આવશે તેમ પોલીસે ઉમેર્યું હતું.

ભુજોડી રેલવે ફાટક પાસેથી ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો

ભુજ : ભુજોડી રેલવે ફાટક પાસેથી એલસીબીએ ચોરાઉ બાઈક સાથે નાના રેહાના શખ્સને પકડી પાડ્યો હતો. ભુજ બી-ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી કરાયેલી બાઈક સાથે ભુજ તાલુકાના નાના રેહા ગામના માલશી ઉર્ફે કારો પચાણ મહેશ્વરી નામના શખ્સને બાતમીના આધારે ભુજ-અંજાર હાઈવે પર ભુજોડી રેલવે ફાટક પાસે નંબર પ્લેટ વગરની બાઈક સાથે પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પકડી પાડ્યો હતો. આ પછી પુછતાછમાં આરોપીએ ચોરી કબૂલી હતી. આરોપીને આગળની કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

લાખોંદની વાડીમાંથી રૂા. ૮ હજારનો દારૂ પકડાયો

ભુજ : તાલુકાના લાખોંદની વાડીમાંથી પધ્ધર પોલીસે દરોડો પાડીને રૂા. આઠ હજારના વિદેશી દારૂ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. પધ્ધર પોલીસ જ્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે લાખોંદ ગામમાં આવેલી આહિરવાસમાં રહેતા શિવજી શામજી ચાવડાને રૂા. ૮,૪૦૦ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની ર૪ બોટલ સાથે સ્થાનિક પોલીસે પકડી લઈ મોબાઈલ સહિત કુલ રૂા.૯,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.

આડેસરમાંથી દારૂની રપ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

રાપર : તાલુકાના આડેસરમાં રાજસ્થાનથી કારમાં ભુજ દારૂ લઈ આવતા ભુજના ઈસમને સ્થાનિક પોલીસે પકડીને તેના કબજામાંથી દારૂની બોટલ નં.રપ ઝડપી હતી. આડેસર પોલીસને મળેલી બાતમીના આધારે આડેસરના ધીરૂભાઈની ગેરેજ પાસે ઊભેલી સ્વિટ કારમાં વિદેશી દારૂ ભરેલો છે તે બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ભુજના આશાપુરા મંદિર પાસે ગીતા કોટેજીસમાં રહેતા દીપક નાગજીભાઈ રાજપૂતને રૂા.૮૦૦૦ની કિંમતના દારૂની રપ બોટલ સાથે પકડી પાડ્યો હતો. પુછપરછમાં આ દારૂ રાજસ્થાનના છૂટક વેચાણ માટે લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું.