ક્રાઈમ કોર્નર

ચીરઈ પાસે માર્ગ અકસ્માતમાં યુવાન પરિણીતાનું મોત

ગાંધીધામ : ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રેઈલર અને સ્કોર્પિયો કાર વચ્ચે ટક્કર થતા યુવાન પરિણીતાનું મોત નિપજ્યું હતું. ભચાઉ-ગાંધીધામ હાઈવે પર જૂની ચીરઈ પાસે પુલ ઉતરતા ટ્રેઈલર નંબર આર.જે. પર જી.એ. ૦૮૬પના ચાલકે અચાનક ટર્ન મારતા પાછળથી આવતી સ્કોર્પિયો ગાડી નંબર જી.જે.૧ર બીએફ ૬૪૦૪ ટ્રેઈલના પાછળના ભાગે ટકરાઈ હતી, જેમાં ગાડીમાં સવાર દમયંતિબેન હિતેશભા ગઢવીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. ગાડીમાં સવાર હિતેશભાઈને પણ ઈજાઓ પહોંચી હતી. આ અંગે કરશનભા વિશાલભા ગઢવીએ અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

સંઘડમાં ડમ્પરમાં હેઠળ આવી જતા શખ્સનું મોત

અંજાર : તાલુકાના સંઘડ પાસે ભારે વાહન તળે શખ્સે જીવ ગુમાવ્યો હતો. સંઘડ ખાતે જય જોગણી સોલ્ટમાં ડમ્પર નંબર જી.જે.૧ર એયુ પ૭૭૩માંથી મીઠું ખાલી કરતી વખતે વાહનને આગળ – પાછળ કરતી વેળાએ પાછળ ઉભેલા યોગેશ શિવો ગિરદાની ટાયરમાં આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ભરત ચંદુ અગનાનીએ ડમ્પર ચાલક કિશન ડાંગર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ભુજમાં શહેરમાં આંકડાનો જુગાર રમાડતા બે શખ્સો પકડાયા

ભુજ : ભુજના સરપટ નાકા બહાર આંકડાનો જુગાર રમાડતા બે બુકી પકડાયા હતા. શહેરના સરપટ નાકા બહાર પાનની દુકાનમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીને આધારે ભુજ એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને હુશેનશા ઓસમાણશા શેખડાડા (રહે. શેખ ફળિયુ, ભુજ), અશરફ ઓસમાણ રાયમા (રહે. સંજોગનગર, ભુજ)ને પકડી લીધા હતા. તેમના કબજામાંથી રૂા.ર૭૮૦ની રોકડ, આંકડાના સાહિત્ય સહિતનો મુદ્દામા કબજે કરી બન્ને વિરૂદ્ધ જુગાર ધારાની કલમ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીરઈ પાસે પાર્ક કરેલું ટેન્કર ચોરી જવાયું

ભચાઉ : તાલુકાના ચીરઈ પાસે સાબુનો કાચો માલ ભરેલ ટેન્કરની ચોરી થતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ગાંધીધામના ખોડિયારનગર મધ્યે રહેતા સાજીદખાન જગરૂમિયા ખાતે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી રૂપિયા પાંચ લાખની કિંમતનો ટેન્કરમાં કંડલાની એક કંપનીમાંંથી રૂા.૧૭.૪પ લાખની કિંમતનો ર૩,૪ર૦ કિલો ફેટી (સાબુ બનાવવાનો કાચો માલ) ભરી વાલિયા જઈ રહ્યો હતો ત્યારે ચીરઈ પાસેના ગણેશ પેટ્રોલ પંપ નજીક પાર્કિંગમાં ટેન્કર રાખી ઓનલાઈન ઈવેબિલ લેવા ઓફિસમાં જઈ પરત આવતા ટેન્કરને કોઈ અજાણ્યો ચોર માલ સાથે કિમંત રૂા.રર૪પ૪૯૦.૪૯ના મુદ્દામાલની ચોરી કરી ગયો હતો.

ગંઢેરમાંથી બે જુગારી ઝડપાયા

ભુજ : તાલુકાના ગંઢેરમાં બાવળની ઝાડીઓ વચ્ચે જુગાર રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. ગંઢેરમાં જુગાર રમતા રમેશ ગોપાલભાઈ ગાગલ (રહે. ઝીંકડી), કમલેશ શાંતિલાલ જોષી (રહે. કુકમા)ને રોકડા રૂાપિયા રપ૦૦ સાથે ઝડપી લીધા હતા. ઉપરાંત ગંઢેર ગામના હાઉ ઉર્ફે હારૂન બુઢા બાફણ પોલીસને થાપ આપી નાસી ગયો હતો. પદ્ધર પોલીસે ત્રણેય વિરૂદ્ધ જુગાર ધારાની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.