ભચાઉ તાલુકાના મોરગરમાં ૬૦ હજારના ગુવાર-એરંડાની ચોરી

ભચાઉ : તાલુકાના મોરગર ગામે વેપારીના ગોડાઉનમાંથી ગુવાર અને એરંડાની ૭-૭ બોરી મળીને પપથી ૬૦ હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી. કોરોના મહામારી વચ્ચે ગુરુવારની રાત્રે તસ્કરોએ ગામમાં લાગેલા સીસી ટીવી કેમેરા પર કપડું ઢાંકીને કે કેમારા આડા કરીને કસબ અજમાવ્યો હતો. કારમાં આવેલા તસ્કરોએ એક ગોડાઉનમાંથી ગુવાર અને એરંડાની ૭-૭ બોરીઓ ઉપાડી જતા દુધઈ પોલીસને બનાવ અંગે જાણ કરાઈ હતી.

ગાંધીધામની કંપનીના કર્મચારીએ લેભાગુ સામે નોંધાવી ફોજદારી

ગાંધીધામ : શહેરની કાસેઝની કંપનીના કામદારન લેભાગુએ ફોન કરી સાંસદના નામે મંદિરના ભંડારા માટે રૂપિયા માગતા ગાંધીધામ પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરાઈ હતી. નગરના ઝોનમાં આવેલી કાસેઝની કંપનીના કામદાર દેવેસ કાંતિલાલ શર્મા (રહે. આદીપુર), (ઉ.વ. ૪૦)એ ગાંધીધામ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ફમેશ ફેબ્રિકા ઈન્ટરનેનલ લી.માં કામ કરે છે ત્યારે તેને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. હું સાંસદ વિનોદ ચાવડા બોલું છું, તમારા શેઠ બંટીપ્રસાદના નંબર આપો મારે મંદિરના ભંડારા માટે રૂપિયા જાેઈએ છે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં સર્ચ કરતા તેમા રાશિકનું નામ સામે આવ્યું હતું તે અંગે શેઠના દીકરા શશીકિરણને જાણ કરતા ત્યારબાદ યુવાને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.

જી.કે.માં કોરોનાથી મોતને ભેટેલી મહિલાની ચેઈન ગુમ

ભુજ : જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત ગાંધીધામના ખેતબાઈ મેઘરાજ મહેશ્વરીની અઢીથી ત્રણ તોલા વજનની ચેઈન ચોરી થયાની ફરિયાદ ઉઠી છે. મૃતકના પુત્ર ધરમશી મેઘરાજે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે આ અંગે લેખિતમાં ફરિયાદ આપી હતી. જેમાં મૃતકની અન્ય વસ્તુઓ પરિવારને પરત અપાઈ તેમા આ ચેઈન પાછી મળી ન હોવાનું જણાવાયું હતું. જે-તે વખતે હોસ્પિટલના સત્તાધિશો અને સિક્યોરિટી વિભાગ દ્વારા યોગ્ય કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ કાઈ જ ન થતા અંતે પોલીસમાં અરજી કરાઈ હતી.

લાકડિયાના યુવાનને બે મહિલાએ ધોકાથી માર માર્યો

ભચાઉ:ભચાઉ તાલુકાના લાકડિયા ગામે યુવાન પર બે મહિલાઓએ ધોકાથી હુમલો કરી માર મારતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. લાકડિયા પોલીસ મથકે જયંતી ભીખા કોલી (ઉ.વ. ર૩)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીના પરિવારમાંથી થયેલી ફરિયાદનું મનદુઃખ રાખીને રઘુ ઉર્ફે પપ્પુ હોથી કોલીની પત્ની રાધાબેન તથા હેમલતાબેન ફરિયાદીને ધોકાથી માર માર્યો હતો. બાદમાં ત્રણે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.