ક્રાઈમ કોર્નર

0

આદિપુરમાં રેતી ચોરી અંગે અંતે ફરિયાદ

ગાંધીધામ : આદિપુરમાં પંચમુખા હનુમાન મંદિરના પાછળના ભાગે આવેલ કેપીટીની જમીનમાંથી કરાતી ખનીજ ચોરી પર આરઆર સેલની ટીમે દરોડો પાડ્યા બાદ ખાણ ખનીજ વિભાગે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. રોયલ્ટી ઈન્સ્પેકટર જયેશકુમાર પોમલે નોંધાવેલી ફરીયાદ મુજબ ડમ્પર માલિક કારાભાઈ કરણભાઈ ચાવડા, જેસીબીના માલીક જયેશ લવજીભાઈ વાઘમશી, ડમ્પર ચાલક પલવિંદરસિંઘ સમવંતસિંઘ, ચમનજી રામચંદજી ચૌહાણ, જેસીબી ચાલક જગદીશભાઈ મનસુખભાઈ સોરઠીયા સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓ દ્વારા ૪૯,૬૪રની ખનીજ ચોરી કરાઈ હતી.

ભુજના વર્કશોપમાં ચોરી કરનાર કિશોર કાયદાના સંઘર્ષમાં

ભુજ : શહેરના આત્મારામ સર્કલ નજીક આવેલ મોટર વર્કશોપમાંથી ગત ૧પમી જુલાઈએ રોકડ રૂા.૮પ હજારની ચોરી કરનાર ૧૬ વર્ષિય કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે ચોરીની ઘટનાનો ભેદ સીસીટીવી કેમેરાની મદદથી ઉકેલી લીધો છે. બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ પંંકજકુમાર કુશવાહાને મળેલી બાતમીને આધારે કિશોરને ૩૪ હજારની રોકડ, ૧૪ હજારની કિંમતના ર મોબાઈલ ફોન સહિત ૪૯ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

ભુજમાં પ્રમુખસ્વામીનગરમાં એકટીવા સ્લીપ થતા વૃધ્ધને ઈજા

ભુજ : શહેરના પ્રમુખ સ્વામીનગરની ચોકડી પાસે એકટીવા સ્લીપ થતા વૃધ્ધને ઈજાઓ પહોંચી હતી. મનસુખભાઈ હિરજીભાઈ ઉમરાણીયા (ઉ.વ.૬ર) વાળા એકટીવાથી જતા હતા ત્યારે વચ્ચે કુતરૂ આડું આવતા ગાડી સ્લીપ થઈ જતા ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભુજમાં ૧૧ વર્ષિય બાળકને માર મરાતા સારવાર તળે

ભુજ : શહેરના શેખ ફળિયામાં રહેતા ૧૧ વર્ષિય નૂરમોહમદ શેખ ડાડાને પડોશમાં રહેતા માતા-પુત્રીએ માર મારતા સારવાર માટે ખસેડાયો હતો. પોલીસને અપાયેલી કેફીયતમાં કુરસમમા હુશેન સૈયદ અને તેની છોકરીએ મળીને દિવાલ ચણવા બાબતે મનદુઃખ રાખીને માર માર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ગાંધીધામના સેકટર-પમાં જુગાર રમતા ૮ ખેલી પકડાયા

ભુજ : ગાંધીધામના સેકટર-પમાં પ્લોટ નં. ૭૧૩માં જુગાર રમતા ૮ ખેલી ર૬ હજારની રોકડા, ચાર મોબાઈલ અને બાઈક સહિત રૂા.૮૩,પ૦૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. જેમાં મોહનભાઈ ખેતાભાઈ ચારણ, અશોક ખેતાભાઈ ચારણ, ચેતન શામજીભાઈ સથવારા, શનિ વસ્તાભાઈ સથવારા, પ્રકાશ રામજીભાઈ ચારણ, ભીમજી કાનજીભાઈ ચારણ, નરેશ મોહનભાઈ પ્રજાપતિ અને જીગર કરશન ચાવડાનો સમાવેશ થાય છે.