ક્રાઈમ કોર્નર

અંજારમાં બે ટ્રકો લીધા બાદ ૧ર.૪૦ લાખની છેતરપિંડી

અંજાર : અંજારના ટ્રાન્સપોર્ટર પાસેથી સુમરાસરના શખ્સે બે ટ્રકનો સોદો કર્યા બાદ બાકીના ૧ર.૪૦ લાખ રૂપિયા પરત ન આપતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંજારમાં રહેતા ટ્રાન્સપોર્ટર બાબુભાઈ વેલજીભાઈ આહિરની ફરિયાદ મુજબ ગત ર૪/૬/ર૧ના ભુજના સુમરાસર ગામના સુમરા મામદ ઈસ્માઈલને પોતાની બે ટ્રકો ૧પ,૪૦,૦૦૦માં સોદો કર્યા બાદ પેટે રૂા.ર,૮૦,૦૦૦ રોકડા આપ અને બાકીની ૧ર,૪૦,૦૦૦ તા.પ/૮/ર૧ સુધીમાં ચુકવી દેવા નક્કી કરાયું હતું, પરંતુ બાકીની ૧ર,૪૦,૦૦૦ પરત ન આપતા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી.

ગાંધીધામમાં સગીરાનું અપહરણ

ગાંધીધામ : ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાંથી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ થતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ તરૂણીના પિતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત ૧૧/૯ના બપોરે ૧ર વાગ્યે કોઈ અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી ૧૪ વર્ષની તેમની પુત્રીનું અપહરણ કરી ગયો હતો.

અંજારમાં બે મહિલાની સોનાની ચેઈનની ચીલઝડપ

અંજાર : અંજારના ખત્રી બજારમાં બાઈકર શખ્સોએ બે મહિલાના ગળામાંથી રૂા.૬૦ હજારની સોનાની ચેઈનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. મળતી વિગતો મુજબ ભચાઉના ભવાનીપુર રહેતા ૪ર વર્ષિય ભારતીબેન લાલજી પ્રજાપતિ અંજાર સંબંધીને ઘેર આવ્યા હતા. ગત સાંજે માલાશેરી તરફ જતા ખત્રી બજાર પાસે તેમના ગળામાંથી પાછળથી બાઈક પર આવેલા બે શખ્સો ૪૦,૦૦૦ની સોનાની ચેઈન ખેંચી ભાગી ગયા હતા. તેમજ બીજા બનાવમાં એજ વિસ્તારમાં મિતલબેન શાંતિલાલ પ્રજાપતિના ગળામાંથી બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી ર૦,૦૦૦ની સોનાની ચેઈન લઈ ફરાર થઈ ગયા હતા.

મનફરામાં ત્રણ જણ પર જીવલેણ હુમલો

ભચાઉ : ભચાઉ તાલુકાના મનફરા ગામે ત્રણ શખ્સો પર આઠ જણાએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગતો મુજબ આ બનાવમાં ફરિયાદી જગદીશ બીજલ કોલીએ દારૂની બાતમી આપી હોવાનું મનદુઃખ રાખી હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવમાં પોલીસે આરોપીઓ આકા ખીમા પીરાણા, ધારશી ખેતા પીરાણા, અમરશી વીભા પીરાણા, લખમણ બીજલ પીરાણા, ખેતા પીરાણા, લખમણ બીજલ પીરાણા, રૂડા પીરાણા, ભરત ખીમા પીરાણા અને આકાનો નાનો ભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત આ બનાવમાં બે જણાને ગંભીરથી હળવા પ્રકારની ઈજાઓ થઈ છે.

૫ીડાપરની પરિણીતાને પતિએ માર માર્યો

ભુજ : અબડાસા તાલુકાના પીડાપર મધ્યે કંકાવટીની બાજુમાં રહેતા સજનબકા વેલુભા પઢિયાર (ઉ.વ. ર૮)ને તેના પતિ ઈન્દ્રસિંહ લાલસિંહએ માર મારતાં ભુજની જનરલ હોસ્પિટલમાં ભોગ બનનારને સારવાર માટે દાખલ કરેલ છે.

નારાણપરની પરિણીતાએ દવા ગટગટાવી

ભુજ : તાલુકાના નારાણપર વાડી વિસ્તારમાં રહેતી પાયલબેન મુકેશ પાંડોર (ઉ.વ. ર૪) ગઈકાલે તેમના વાડી વિસ્તારમાં જંતુનાશક દવા પી જતાં સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડેલ છે.

યક્ષ પાસે બાઈક સ્લીપ થતાં આધેડને ઈજા

નખત્રાણા : તાલુકાના યક્ષ બસ સ્ટેન્ડ પાસે પુલથી પહેલા માંડવી તાલુકાના ગઢશીશા ગામના ઓસમાન ગની ઈસ્માઈલ ખત્રી (ઉ.વ. ૬૦) ગઢશીશાથી નખત્રાણા જતા હતા. ત્યારે બાઈકથી યક્ષ બસ સ્ટેન્ડ પાસે રોંગ સાઈડમાં રિક્ષા આવતાં બાઈક સ્લીપ થતાં ઓસમાન ગનીને ઈજા થતાં ભુજની જનરલ હોસ્પિટલ ખસેડેલ છે.

ચોબારીની તરૂણીએ ભૂલથી દવા ગટગટાવી

ભચાઉ : અહીંના વાડી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષિય તરૂણી ભૂલથી દવા પી જતાં ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ચોબારી ગામે વાડી વિસ્તારમાં રહેતી હંસાબેન ઓશકભાઈ કોલી (ઉ.વ. ૧૬) વાડી વિસ્તારમાં ભૂલથી પાણીના બદલે દવા પી જતાં સારવાર માટે ભુજ દાખલ કરેલ છે.

નાગલપરની આધેડ મહિલા ગુમ થતાં ફરિયાદ નોંધાવાઈ

ગાંધીધામ : તાલુકાના નાગલપર વાડી વિસ્તારમાં રહેતી આધેડ મહિલા ગુમ થતાં નોંધની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશન નોંધાઈ હતી. બનાવની વિષ્ણુભાઈ દેવરામભાઈ ઠાકોરે ગુમનોધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ નાગલપર વાડી વિસ્તારમાં રહેતી ફરિયાદી માતા દાડમબેન દેવરામભાઈ ઠાકોર (ઉ.વ. પર) (મૂળ કોટડા, તા. સાંતલપુર) વાળી તા. ૧૩-૯ના પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નિકળી ગયેલ છે. શરીરે મધ્ય બાંધો, પીળા કલરની સાડી, ગુજરાતી ભાષાની જાકાર તથા ગાલની ડાબી બાજુએ ચોકડીનું નિશાન ધરાવે છે. અંજાર પોલીસ સ્ટેશનના રમેશભાઈ ડાંગરે વધુ તપાસ ચલાવી રહ્યા છે.