ક્રાઈમ કોર્નર

ભાચુંડામાં કેરોસીન લગાવતા દાઝી ગયેલા યુવકનું મોત

નલિયા : અબડાસા તાલુકાના ભાચુંડા ગામે રહેતા ૩પ વર્ષિય મહેશ વેરશીભાઈ ભાનુશાલીએ ચાર દિવસ પૂર્વે પોતાને રાત્રે મચ્છર ન કરડે તે માટે હાથમાં કેરોસીન લગાવ્યું હતું. આ દરમિયાન ગેસ પર ચા મુકવા જતાં આગ લાગતા યુવાન હાથ, પગ અને પેટના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને જી.કે.માં ખસેડાયા બાદ અમદાવાદ સિવિલમાં લઈ જવાયો હતો. જો કે સારવાર કારગત ન નિવડતાં તેનું મોત થયું હતું.

કટારિયાની સીમમાં પપ હજારના વાયર ચોરાયા

ભચાઉ : તાલુકાના જુના કટારિયા ગામની સીમમાં આવેલ ડવ રિસોર્સિસ કંપનીની પવનચક્કીમાંથી તસ્કરો પપ હજારની કિંમતના ૧૧૧૧ ફુટ વાયરની ચોરી કરી જતાં મેરાભાઈ બિજલ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી.

મુંદરામાં ભંગારના નામે ઠગાઈ કરનાર બે દબોચાયા

મુંદરા : અહીં આયાતી ભંગારના કન્ટેનરના સોદામાં કસ્ટમ ડ્યુટીના નામે મહારાષ્ટ્રના વેપારી પાસેથી કસ્ટમ ડ્યુટીના ૯.ર૭ લાખ મેળવી ઠગાઈ કરનારા બે ઈસમોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે મસ્કાના આરોપી જાવેદ રમજુ સુમરા અને માધાપરના રમેશ અમૃતભાઈ પટેલની ધરપકડ કરી ૯.ર૭ લાખની ઠગાઈમાં પ.પ૦ લાખ રોકડા રિકવર કર્યા છે.

ફોન-પેમાં રૂપિયા આવવાના બદલે રપ હજાર ઉપડી ગયા

ભુજ : ગાંધીધામમાં લોટરીની લાલચે મહિલા રપ હજાર ગુમાવ્યા હતા. જે કિસ્સો તાજો છે. ત્યાં ભુજના યુવાનના ફોન પે વોલેટમાંથી સૈફઅલી નામ ધરાવતા શખ્સે રૂપિયા રપ હજાર ઉપાડી લેતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. મટરીયલના એડવાન્સ રૂપિયા જમા કરાવવા પૂર્વે આરોપીએ ફોન-પેમાં ટ્રાન્જેકશન માટે ર રૂપિયા મોકલ્યા હતા. જે ફરિયાદી રાજ ઠક્કરે એક્સેપ્ટ કરતાં તેના ખાતામાં ર૦ હજાર આવવાના બદલે ઉપડી ગયા હતા. બાદમાં વધુ પ હજાર પણ સેરવી લેવાતા ફરિયાદ કરાઈ છે.

મોથાળામાં ટ્રકોમાંથી મોંઘેરૂ પપપ લિટર ડીઝલ ચોરાયું

નલિયા : અબડાસા તાલુકાના મોથાળામાં પેટ્રોલપપ પાસે ઉભેલી ટ્રકોમાંથી મોંઘેરૂં પપપ લિટર ડીઝલ અજાણ્યા શખ્સો ચોરી જતાં નલિયા પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. નુંધાતડના હુસેનઅલી મામદ સાડે ફરિયાદ નોંધાવી હતી કે, તેની ટ્રક નંબર જી.જે. ૧ર બીવી પ૦૮૩માંથી ૧૦૦ લિટર ડીઝલ તેમજ અન્ય સાહેદોની ટ્રકમાંથી ૪પપ લિટર ડીઝલ મળી કુલ રૂપિયા પ૪,૩૯૦નું ડીઝલ ચોરાયું હતું.

અંજારમાં ઘરમાં ઘુસેલા નિશાચરોને કંઈ ન મળતાં મૂર્તિ ચોરી ગયા

અંજાર : અહીની ઝૂલેલાલ સોસાયટીમાં રહેતા અરજણ સામત આહિરના મકાનમાં રાત્રી દરમિયાન નિશાચરો આવ્યા હતા. અને ઘરમાં સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પરંતુ કંઈ ન મળતાં તસ્કરો જલારામની ધાતુની મૂર્તિ, સીસી ટીવી વાઈફાઈ, ડિવાઈડર અને કારની ચાવી મળી ર હજારની મતા ચોરી ગયા હતા. જે અંગે અંજારમાં સપ્તાહ બાદ ફરિયાદ નોંધાવાઈ હતી.