ક્રાઈમ કોર્નર

સામખિયાળી રેલ્વે સ્ટેશને માલગાડી હડફેટે મહિલાનું મોત

સામખિયાળી : ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ ગઈકાલ તા.૮/૮ના સવારના ભાગે સામખિયાળી રેલ્વે સ્ટેશનથી પસાર થઈ રહેલ માલગાડી નીચે હેતલબેન ચંદુભાઈ મકવાણા (ઉ.વ.રર)એ અકસ્માતે માલગાડીની હડફેટે આવી જતા તત્કાળ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ મહિલા માળીયા મીયાણા તાલુકાના રવાપર ગામના પાટીયા પાસે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. રેલ્વે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આદિપુરમાં નશાયુક્ત હાલતમાં કાર ચાલક ઝડપાયો

આદિપુર : આદિપુરના મદનસિંહ સર્કલ પાસે આદિપુરનો શખ્સ પીધેલ હાલતમાં કાર સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. મળતી વિગતો મુજબ આદિપુરના વોર્ડ ૪/બીમાં રહેતા ભાવેશ રાયધણ સોલંકી (માલી) તેમની ગાડી નં.જીજે. ૧ર. ડીએસ. ૦૩૯પ વાળી ગાડીમાં કેફીપીણું પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

અંતરજાળમાં જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ

ગાંધીધામ : પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તા.૭/૮/ર૧ના અંતરજાળ રાજનગરમાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતી મહિલાઓ લીલાબેન છગન બારોટ, ભારતીબેન બાબુ બારોટ, શામુબેન મહાદેવ બારોટ, દેવાબેન કરશન બારોટ, સંતોકબેન દશરથ બારોટ, બબીબેન નટુ બારોટ, રાજીબેન ખીમજી સોલંકી અને જમુબેન બાબુ બારોટને ગંજીપાના તેમજ રૂપિયા ૧૦,૩૭૦ની રોકડ રકમ સાથે પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લઈ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધ્યો હતો.

મેઘપર (બો) લક્ષ્મીનગરમાં ચાલતા જુગાર ધામ પર દરોડો : છ ખેલી ઝડપાયા

અંજાર : અંજાર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે મેઘપર(બો) લક્ષ્મીનગર પ્લોટ નં.૪૭૬ના રહેણાંક મકાનમાં દરોડો પાડી છ ખેલીઓને ગંજીપાના તેમજ રૂપિયા ૩૪,૭૦૦ની રોકડ સાથે છ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. મેઘપર (બો) લક્ષ્મીનગર પ્લોટ નં.૪૭૬ આરોપી કિશોર જયંતીલાલ જોષી બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉગરાવી જુગાર રમી રમાડતો હતો. જેમાં આરોપી કિશોર જયંતીલાલ જોષી, વસંતલાલ ખીમજી જોષી, નવીનભાઈ ગોવિંદજી રામાણી, બબીબેન દેવજીભાઈ, શિવજીભાઈ માલસતાર, જયોતીબેન કિશોરભાઈ, વિજયાબેન જયંતીલાલ જોષી સહિતનાઓએ ઝડપી લઈ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મસ્કામાં વાડામાંથી વેચાણ અર્થે રખાયેલ ૧૮ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

માંડવી : માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ગઈકાલે મસ્કા પાણીના ટાંકા નજીક આવેલા વાડામાં વેચાણ અર્થે રાખેલ અંગ્રેજી બનાવટની દારૂની બોટલ નંગ ૧૮ સાથે આરોપી નિરવ જયેશભાઈ મોતા (રહે. મસ્કા)વાળાને ઝડપી પાડ્યો હતો. તપાસમાં આ શરાબ વેચવા માટે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે પોપટભા જાડેજાનું નામ ખુલવા પામ્યું હતું.

મીઠીરોહરમાં મારામારીમાં બે જણ ઘવાયા : બન્ને પક્ષે સામસામે ગુનો નોંધાયો

ગાંધીધામ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તા.૭/૮ના રાત્રીના ભાગે મીઠીરોહર જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નં.૬૪માં રહેનાર દેવશી આંબા રબારી હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર અલ્તાફ સંઘાર અન્ય પાંચથી સાત શખ્સો દિવાલની ફેન્સીંગ તોડી તલવાર અને લાકડી સાથે ધસી આવી મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સામા પક્ષે ઈમરાન ફકીર મામધ, દેવશી રબારી અને દિનેશ કોળી સાથે ફરિયાદ નોંધાઈ હતી. મારામારીમાં બે જણને ઈજાઓ થતા પોલીસે મારામારીની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.