કોહિનૂર હીરોઃ પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં હિરો પરત મેળવવા અરજી દાખલ

(જી.એન.એસ)લાહોર,દુનિયાના સૌથી ચર્ચિત હીરોમાં સામેલ કોહિનૂરને લઇ એક વખત ફરીથી જંગ છેડાય ગઇ છે. પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં મંગળવારના રોજ એક અરજી દાખલ કરીને આ હીરાને બ્રિટનને મહારાણી એલિઝાબેથી બીજાની પાસેથી પાછો લાવવાની માંગણી કરી છે. અરજીકર્તાએ કહ્યું કે સરકાર કોહિનુરને પાછો લાવવા માટે પગલાં ભરે. લાહોર હાઇકોર્ટે અરજીકર્તાને ૧૬ જુલાઇના રોજ પોતાનો પક્ષ મૂકવાનું કહ્યું છે.અરજીકર્તા વકીલ જાવેદ ઇકબાલે પોતાની અરજીમાં ભારપૂર્વક કહ્યું છે કે તેમને માહિતી મળી છે કે ભારત કોહિનૂરને પાછો લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેમણે હાઇકોર્ટને અનુરોધ કર્યો છે કે તેઓ સરકારને કોહિનૂરને પાકિસ્તાન પાછો મેળવવા માટે પ્રયાસ ઝડપી કરવાનું કહ્યું. ઇકબાલે કહ્યું કે બ્રિટનના લોકોએ દલીપ સિંહ પાસેથી આ હીરો છીનવી લીધો હતો અને તેને પોતાની સાથે લંડન લઇ ગયા હતા.ઇકબાલે કહ્યું કે આ હીરા પર બ્રિટિશ મહારાણીનો કોઇ હક નથી અને આ પંજાબની સાંસ્તૃતિક વિરાસતનો હિસ્સો છે. આપને જણાવી દઇએ કે દુનિયાના સૌથી મોટા હીરામાંથી એક કોહિનૂર હીરાને પાછો લેવવા માટે ભારત પણ પ્રયાસરત છે. આ હીરો હાલ ટાવર ઓફ લંડનમાં પ્રદર્શિત રાજમુકુટમાં લાગેલો છે. આહીરો અંદાજે ૧૦૮ કેરેટનો છે.૨૦૧૦માં તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરને ભારત પ્રવાસ દરમ્યાન કથિત રીતે કહ્યું હતું કે જો બ્રિટન આ હીરાને પાછો આપવા પર રાજી થાય છે તો બ્રિટિશ સંગ્રહાલય ખાલી મળશે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે હીરાને ના તો બ્રિટિશ જબરદસ્તી લઇ ગયું છે અને ના તો તેને ચોર્યો છે. પરંતુ તેને પંજાબના શાસકો દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભેટ રૂપે આપ્યો હતો. આ હીરાને લાવવામાં કેટલીય કાયદાકીય અને તકનીકી અડચો છે. કારણ કે આ આઝાદી પૂર્વ કાળનો છે અને આમ આ પુરાવશેષ અને કલા સંપદા અધિનિયમ, ૧૯૭૨ના દાયરામાં આવતો નથી.