એપ્રિલ-મે માસમાં તહેવારોની જાહેર ઉજવણી અને મેળાવડાઓ પર પ્રતિબંધ

નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.  આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.  ગુજરાત સરકારશ્રીના રાજયમાં COVID-19 ની અસર કેટલાક શહેરોમાં વઘારે વર્તાઇ રહેલ છે. જે અંગે રાજય સરકારશ્રીએ ગંભીરતાપૂર્વક વિચારણા કરી નીચે મુજબની બાબતો અમલમાં મુકવામાં આવેલ છે. જેથી પ્રવિણા ડી.કે., આઈ.એ.એસ., કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ -૧૪૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, કચ્છ જીલ્લામાં તારીખ ૧૪/૦૪/૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંઘ કે ખુલ્લી જગ્યામાં પ૦(પચાસ) થી વઘુ વ્યકિતઓ એકઠા થઇ શકશે નહિ. જે શહેરોમાં રાત્રિ કફર્યુ અમલમાં છે ત્યાં કફર્યુના સમયની અવઘી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ વિઘી/ઉત્તરક્રિયામાં ૫૦(પચાસ) થી વઘારે વ્યકિત એકત્ર થઇ શકશે નહિ. જાહેરમાં રાજકીય/સામાજીક/ઘાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ,જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંઘિત રહેશે. એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ઘર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહી. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. સરકારી, અર્ઘ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુઘી રાખવાની રહેશે અથવા alternate day એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહિ. જીલ્લાના તમામ ઘાર્મિક સ્થાનો તા.૩૦/૦૪/૨૦૨૧ સુઘી જાહેર જનતા માટે બંઘ રાખવા અપીલ કરવામાં આવે છે. ઘાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિઘી ઘાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યુ છે. શ્રઘ્ઘાળુઓને પણ ઘાર્મિકસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.  અત્રેના જાહેરનામા ક્રમાંક નં.મેજી/પોલ-૧/  કોરોના /કરફયુ/૪/૨૦૨૧ તા.૦૭/૦૪/૨૦૨૧ થી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહે છે. કોવિડ સબંઘિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘી એપેડેમિક એકટ ૧૮૯૭ અન્વયે ઘ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.