કોવીડ વેકસીન લઇ સમાજને સ્વસ્થ અને સલામત રાખીએ – અગ્રણી કેશુભાઇ પટેલ

જિલ્લાના ખેડૂત અગ્રણી ૬૪ વર્ષિય કેશુભાઇ પટેલે આજે કોવીડ-૧૯ની કોવીશીલ્ડ રસીનો બીજો ડોઝ લીધો હતો. પોતાના ૬૩ વર્ષીય નાનાભાઇ નાનાલાલ અને નાનાલાલના ધર્મપત્ની વીમળાબેન સાથે રસી મુકાવવા આવેલા શ્રી પટેલે આ તકે જણાવ્યું હતું કે, “ સમાજના અગ્રણી તરીકે દરેક નાગરિકોને ખાસ અનુરોધ કરૂ છું કે, વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના સંક્રમણ જોતાં પહેલાં કાળજી રાખી માસ્ક પહેરીએ, સામાજિક અંતર જાળવીએ, બિન જરૂરી ઘરની બહાર ના નિકળીએ આ કોરોનાથી બચવાની પહેલી શરત છે. જે રીતે કોરોનાની દવા નથી શોધાઇ તેના ભાગરૂપે ભારત સરકારે વિનામૂલ્યે નાગરિકો માટે કોવીસીન શરૂ કરી છે અને આ રસીની આડઅસરનો ભ્રામક પ્રસાર થઇ રહયો છે તે તદન પાયાવિહોણો છે. છેલ્લા છ માસથી રસીકરણની અમલવારીનો આજદિન સુધીમાં કચ્છમાં એકપણ વ્યકિતને આડઅસર જોવા મળી નથી. તો જે રીતે કોવીડ-૧૯ને નાથવાની પ્રાથમિકતા દાખવવી જરૂરી છે તેમ પોતે પણ બચીએ પોતાના પરિવારને પણ બચાવીએ અને સમાજને સ્વસ્થ અને સલામત રાખીએ.”