કોવિડ-૧૯ રસીકરણમાં ૧૮ વર્ષથી વધારે વયના વિધાર્થી અને વ્યાપારીઓને અગ્રતા

હાલ કચ્છ જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ ચાલી રહયો છે જેમાં ઓન સ્પોટ વેકસીનેશન પણ કરવામાં આવી રહયુ છે. આ ઓન સ્પોટ વેકસીનેશનમાં ટોકન સીસ્ટમનો ઉપયોગ થાય છે. આ ટોકન ઇસ્યુ કરતી વખતે રસીકરણ સેન્‍ટર દ્રારા  ૧૮ વર્ષથી વધારે વયના વિધાર્થીઓ, વ્યાપારી એસોશીએશનના સભ્યો, શેરી ફેરીયા, રિક્ષા, ટેક્ષી એસોશીએશનના સભ્યો અથવા તો શોપ-દુકાન લાઇસન્સ ધરાવતા હોય તેમને જરૂરી આધારો રજુ કર્યે અગ્રતા આપવામાં આવશે તેવું મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.જનક માઢક દ્વારા જણાવાયું છે.