કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની આરોગ્ય વિષયક સગવડોમાં તંત્રને મદદરૂપ થવા સવા કરોડનું દાન અપાશે

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની સાથે ભારત દેશમાં હાલ કોરોનાની પરિસ્થિતિ ગંભીર છે ત્યારે સરકારશ્રી,સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી સમાજ અને દેશની પરિસ્થિતિ સુધારવા પ્રયાસો થઇ રહ્યા છે.આરોગ્ય વિભાગના કર્મયોગી કર્મચારીઓ દિવસ અને રાત જોયા વિના સેવા આપી રહ્યા છે.વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગના વડા જિલ્લા પ્રાથમિક  શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિએ જિલ્લાના શિક્ષણતંત્ર સાથે સંકળાયેલ વિવિધ સંગઠનો સાથે સંકલન કરી આપણા જિલ્લામાં આરોગ્ય વિષયક સગવડો વેન્ટીલેટર,ઓક્સીજનનો પુરવઠો,દવાઓ વગેરે બાબતોમાં જિલ્લાના વહીવટી તંત્રને મદદરૂપ બનવાના એક ઉમદા હેતુ સાથે જિલ્લાના પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા તમામ સંઘના હોદ્દેદાર પ્રમુખ-મંત્રીઓ સાથે એક બેઠક યોજીને  જિલ્લાના પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલ તમામ અધિકારીશ્રીઓ,શિક્ષકશ્રીઓ,કારકુનશ્રીઓ,સેવકશ્રીઓનો મે માસનો એક દિવસનો પગાર કે જેની અંદાજીત રકમરૂ.૧૨૫૦૦૦૦૦/( એક કરોડ પચીસ લાખ)જેટલી થાય છે તે  આ સેવા યજ્ઞમાં અર્પણ કરીને જિલ્લાના વહીવટી તંત્રને અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે પહેલને  ઉપસ્થિત સૌ હોદ્દેદારો શ્રી નયનસિંહ જાડેજા,શ્રી કેરાણા ગોહિલ,શ્રીહરીસિંહજી જાડેજા,શ્રી ખેતશી ગજરા,શ્રી રામસંગજી જાડેજા,શ્રી રમેશભાઈ ગાગલ,શ્રી જે.સી.પાઠક,શ્રી ઊર્મિલ હાથી,શ્રીચેતન બાડમેરા,શ્રી મનોજભાઈ લોઢા,શ્રી દિવ્યરાજસિંહ જાડેજા,ડો.એ.જી.વાઘેલા,શ્રી મુરજી મીંઢાંણી,શ્રી દિલીપભાઈ પરમાર,શ્રી કિરીટસિંહ ઝાલા,શ્રી ગોહિલભાઈ ,શ્રીબી.કે.બકોત્રા,શ્રી જે.બી.જાડેજા,શ્રી એલ.કે.યાદવ,શ્રી મોહન મહેશ્વરી વગેરે કચ્છ જિલ્લાના વિવિધ સંઘના હોદ્દેદારોએ સહર્ષ વધાવી લીધી હતી.