કોરોના સંક્રમિત અક્ષય કુમાર થયો હોસ્પિટલમાં દાખલ

(જી.એન.એસ)મુંબઈ,દેશભરમાં ફરી એકવાર કોરોનાવાયરસ ફેલાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના બીજી લહેરથી સૌથી વધુ અસર થઈ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કોવિડ-૧૯ ની અસર પણ વધી રહી છે, કેમ કે બોલીવુડ કલાકારોની કોરોના ચેપ લાગવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.કે. માધવન, પરેશ રાવલ, આલિયા ભટ્ટ અને આમિર ખાન બાદ અક્ષય કુમારનો કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યા બાદ અક્ષય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અક્ષય કુમારે રવિવારે જ તેના કોરોના પોઝિટિવના સમાચાર શેર કર્યા હતા. આ માટે તેણે સો.મીડિયાની મદદ લીધી. હવે તેમને વધુ સારી સારવાર માટે મધ્ય મુંબઇની હિરાનંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષય કુમારે ગત રવિવારે એક ટ્‌વીટ કરીને તેમને તેની કોરોના પોઝિટિવની જાણકારી આપી હતી.પોતાના ટિ્‌વટમાં તેમણે લખ્યું, ‘હું તમને બધાને જણાવવા માંગું છું કે આજે સવારે મારા કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં બધા પ્રોટોકોલોને અનુસરીને પોતાને અલગ કરી દીધો છે. હું હોમક્વોરન્ટાઇન છું અને બધી જરૂરી તબીબી સંભાળ લઈ રહ્યો છું. હું વિનંતી કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધા તેમના પરીક્ષણો કરાવે અને પોતાની સંભાળ લે.