કોરોના વોરિયર્સને સાંસદ, ભુજના ધારાસભ્ય અને નગરપતિએ સન્માન્યા

ભુજ : કોરોના હટાવ, ભારત બચાવના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા રાત – દિવસ જાેયા વિના ‘કોરોના વોરિયર્સ’ તરીકે ફરજ બજાવતાં ભાઈ-બહેનોને તેમની કામગીરી બદલ સન્માનવા એ આપણી પ્રાથમિક ફરજ છે. તેમનું સન્માન એ અન્ય કોરોના વોરિયરો માટે પ્રેરણાદાયક છે. કોરોનાની વિષમ પરસ્થિતિમાં દર્દીઓની સારવાર તથા જતન કરનાર જી.કે.જનરલ હોસ્પિટલ ભુજનાં નર્સિંગ અને હાઉસકીપીંગ સ્ટાફને કચ્છનાં સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા તથા ભુજ ધારાસભ્ય નિમાબેન આચાર્ય તથા ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે કોરોના વોરિયર્સ તરીકે સન્માનીત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.