કોરોના વાયરસ ક્યારેય ખતમ નહીં થાયઃ ડૉ. ફાઉચીએ આપી ચેતવણી

0

વોશિંગ્ટન,પૂરી દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે અને તેનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે. જ્યાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બધાની વચ્ચે ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડૉક્ટર એન્થની ફાઉચી ફરી એકવાર તેમના નિવેદનને લઇ ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતુ કે કોરોના ક્યારેય પણ સંપૂર્ણ રીતે ખતમ થશે. જોકે, તેના પર નિયંત્રણ કરી શકાય છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ વાયરસ સાર્સ ૧ની જેમ ગાયબ થઇ જશે.૨૦૦૩ના વર્ષમાં આવેલા જીછઇજીનો પ્રકોપ ઘણાં મહિના સુધી ચાલ્યો હતો અને લુપ્ત થતા પહેલા તેણે ઘણાં એશિયાઇ દેશોને પ્રભાવિત કર્યા હતા. આ બીમારીએ ૨૯ દેશોમાં ૮૦૦૦થી વધારે લોકોને બીમાર કર્યા હતા અને લગભગ ૭૭૪ લોકોના મોત થયા હતા. તેની તુલનામાં કોરોના વધારે સંક્રામક છે. દુનિયાભરમાં તેના ૧.૫ કરોડથી વધારે કેસો સામે આવી ગયા છે, જેમાંથી ૬,૧૮,૦૦૦ લોકોના મોત થયા છે.ટ્યૂબરક્લોસિસ એલાયન્સ દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં ડૉક્ટર ફાઉચીએ જણાવ્યું કે, કોરોનામાં એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં વાયરસને સંચારિત કરવાની ક્ષમતા વધારે છે અને મને લાગે છે કે, આખરે આપણે તેને નિયંત્રિત કરી શકીશું. જોકે, વાસ્તવમાં હું તે હંમેશા માટે ખતમ થતો નથી જોઇ રહ્યો. કોરોના વાયરસને કન્ટ્રોલ કરવાની રીતોને લઇને પણ તેમણે વાત કરી છે. ડૉક્ટરે કહ્યું કે, મને લાગે છે કે યોગ્ય સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો, વૈશ્વિક હર્ડ ઈમ્યૂનિટી અને એક સારી વેક્સીનથી આ વાયરસને કન્ટ્રોલ કરી શકાય છે. આશા છે કે આપણે આ ત્રણેય બાબતોને પ્રાપ્ત કરી લેશું. જોકે, હું નિશ્ચિત નથી કે આ વાયરસ આ વર્ષે નિયંત્રિત થશે કે આવતા વર્ષ સુધીમાં તેના પર કાબૂ મેળવી શકાશે. ડૉક્ટર ફાઉચીએ કહ્યું કે, આપણે આ વાયરસને એટલા નિમ્ન સ્તરે લાવી દેશું કે આપણે તે સ્થિતિમાં નહીં રહીશું જ્યાં હાલમાં આપણે છીએ.
જણાવી દઇએ કે, એન્થની ફાઉચીએ એપ્રિલ મહિનામાં અમેરિકાની ટ્રમ્પ સરકારની કામગીરીને લઇ વિવાદિત નિવેદન આપ્યું હતું.