કોરોના લીધે સેન્ટ્રલ વિસ્ટાનું કામ અટકશે ? દિલ્હી હાઇકોર્ટ સુનાવણી માટે તૈયાર

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દેશમાં કોરોનાની મહામારીથી હાલત અતિ ભયંકર છે.દરેક રાજ્ય પોતાની સુવિધા મુજબ લોકડાઉન અમલી બનાવી રહ્યા છે. રાજધાની દિલ્હીની હાલત અતિ ગંભીર છે. અહીંયા કોરોના સંક્રમણના કેસો વધ્યા છે અને કોરોનાથી લોકો મરી રહ્યા છે.કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના કામને સત્વરે રોકવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. કોરોના મહામારીમાં આ પ્રોજેકટમાં કામ કરી રહેલા મજૂરો અને અન્ય લોકોને બચાવવા માટે આ પ્રોજેકટને હાલ મોકૂફ રાખવાની અરજી કોર્ટમાં કરવામાં આવી છે.મોદી સરકારનોઅતિ મહત્વનો પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટા છે ,હાલમાં દિલ્હીમાં લોકડાઉન હોવા છંતા પણ આ પ્રોજેકટ પર કામ ચાલુ છે. તેને જરૂરી પ્રોજેકટમાં સામેલ કરવામાં આવ્યું છે.કોરોના મહામારીમાં આ પ્રોજેકેટ કર્યરત છે આ મામલે વિરોધ પાર્ટીઓએ કડક ટીકા કરી હતી.આ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ કડી ટીકા વ્યકત કરી હતી ઓક્સિજન,વેક્સિન,હોસ્પિટલ બેડ, સહિત દવાઓ માટે તરસી રહ્યા છે ત્યારે ૧૩૦૦૦ કરોડનો નવા પીએમ ઘર બનાવવા કરતાં મહામારીમાં લોકકલ્યાણ માટે કામ કરવામાં આવે હિતાવહ છે.ઉલ્લેખનીય છે કે આ ડ્રીમ પ્રોજકેટ મામલે હાઇકોર્ટ સુનાવણી હાથ ધરવા તૈયાર થઇ ગઇ છે.આ વડાપ્રધાન નર્નદ્ર મોદીનું મહત્વકાંક્ષી પ્રોજેકટ છે.