કોરોના થાય નહીં તે માટે સાવધ રહેજાે પણ થાય તો ગભરાશો નહીં

જી.કે.માં ૯૫ વર્ષીય વડીલે કોરોનાને આપી લપડાક

ભુજ : કોરોના થાય નહીં એ માટે તમામ સાવચેતી લેજાે અને તેમ છતાં થઈ જાય તો જરાય ગભરાશો નહીં. આપણાં ડોક્ટરો અને ઉપરવાળો બધાનું ભલું કરશે એવો સંદેશ ભુજના ૯૫ વર્ષીય વડીલ અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલના કોરોનાને જબ્બરદસ્ત લપડાક ફટકારીને આપ્યો છે.
ભુજના વયોવૃધ્ધ વડીલ ખીમજી વિશ્રામ હિરાણીને ૯૫ નોટઆઉટ ઉમરે એમને કોરોનારૂપી કાળમુખો લાગુ પડી ગયો, પરંતુ તેઓ જી.કે. જનરલમાં દાખલ થયા. તબીબોને તેમનો અહેવાલ તૈયાર કરતા જાણવા મળ્યું કે, તેમને ડાયાબિટીસ પણ હતું. ઉમર અંગે સાવચેતી રાખી તેમની આઈસીયુમાં સારવાર શરૂ કરવામાં આવી. જીકે હોસ્પિટલમાં પ્રારંભે તેમને ઓક્સિજનની ખામીની અસરને ધ્યાનમાં લઈ હાઇફલો નેઝલ કેન્યુલા ઉપર રાખવામા આવ્યા હતા. ત્યારપછી તેમની તબિયત સકારાત્મક પ્રતીભાવ આપવાનું શરૂ કર્યું તેમ છતાં સતત મોનિટરિંગ કરી તેમને તબક્કાવાર જુદા જુદા ઓેક્સિજન પૂરક માસ્ક ઉપર રાખવામા આવ્યા. હોસ્પિટલના બ્રધર પ્રવીણ દવેએ કહ્યું કે, તેમને ૧૧ દિવસ સુધી આવી ઓક્સિજન સંલગ્ન સારવાર તેમજ તેમની ઉમરને ધ્યાનમાં લઈ તમામ સાવચેતી સાથે ઘરે જવા સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ વડીલે કહ્યું કે, મને હોસ્પિટલમાં કોઈ જાતની તકલીફ પડી નથી. ખાધેપીધે અને મારી ચાકરી પણ બરોબર થતી હતી. તમામ ડોક્ટર્સ, નર્સ અને દરેકને હજાર હાથવાળો શક્તિ આપેે એવા આશીર્વાદ પણ આપ્યા હતા.